હિમંતનગર: સાબરકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓમાં વધારો થયો છે. જેમાં મગંળવારે નવા 8 કેસ નોંધાતા કોરોના પોઝિટિવનો આંકડો 538 સુધી પહોંચી ગયો છે.
સાબરકાંઠા જિલ્લામાં મંગળવારે આવેલા રિપોર્ટ મુજબ નવા 8 કોરોનાના કેસ સામે આવ્યા છે. જેમાં હિંમતનગરમાં શુભ બંગલોઝમાં 70 વર્ષીય પુરુષ, હડિયોલ જી.એમ.ઇ.આર.એસ સ્ટાફ ક્વાટર્સમાં 43 વર્ષીય મહિલા, કાંકરોલ ગામમાં ગોકુલધામ સોસાયટીમાં 42 વર્ષીય પુરુષ, પાણપુર ગામમાં 65 વર્ષીય પુરુષ,વડાલી તાલુકાના હિંમતપુર ગામમાં 37 વર્ષીય પુરુષ,ઇડર શહેરમાં શિખર સોસાયટીમાં 41 વર્ષીય પુરુષ અને 62 વર્ષીય મહિલા, પરમાર વાસમાં 36 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા.
સાબરકાંઠામાં કોરોનાનો કહેર યથાવત, વધુ 8 નવા કેસ નોંધાયા - સાબરકાંઠામાં કોરોનાના મામલા
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. મંગળવારે વધુ 8 કેસ નોંધાતા કોરોના પોઝિટિવનો વ્યાપ 538 સુધી પહોંચવા આવ્યો છે. તેમજ આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા કોઈ ઠોસ પગલા લેવાય તેવી પણ સંભાવનાઓ છે.
સાબરકાંઠામાં કોરોનાનો કહેર યથાવત
સાબરકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવનો વ્યાપ 538 પર પહોંચી ગયો છે . જેમાં અત્યાર સુધીમાં જિલ્લામાં 420 દર્દી સાજા થયા છે, જ્યારે 7 દર્દીઓના અવસાન થયા છે. જ્યારે 111 દર્દી સારવાર હેઠળ છે.