જાહેર રસ્તા ઉપર બે બાઇક ચાલકોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી સમગ્ર શહેરમાં સનસનાટી સર્જી હતી, જેના પગલે હિંમતનગર સહિત સમગ્ર જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી અને જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે, સમગ્ર ઘટનાની જીણવટપૂર્વક તપાસ કર્યા બાદ કૃષ્ણા શુઝ હાઉસ બહાર રખાયેલા CCTV ફુટેજમાં આરોપીઓ ફાયરિંગ કરતા ઝડપાયા હતા. જેના પગલે જિલ્લા પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
હિંમતનગરમાં જાહેરમાં ફાયરિંગ કરનારા 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ - હિંમતનગરમાં જાહેરમાં ફાયરિંગ
સાબરકાંઠા: હિંમતનગરમાં જાહેરમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરનારા ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. સાબરકાંઠા LCB પોલીસને સફળતા મળી હતી. તેમજ આરોપીઓ પાસેથી પોલીસે દેશી બનાવટની પિસ્તોલ પણ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
![હિંમતનગરમાં જાહેરમાં ફાયરિંગ કરનારા 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5503422-thumbnail-3x2-sabarkatha.jpg)
સાબરકાંઠાના હિંમતનગરમાં જાહેરમાં ફાયરિંગ કરનારા 3 આરોપી ઝડપાયા
સાબરકાંઠાના હિંમતનગરમાં જાહેરમાં ફાયરિંગ કરનારા 3 આરોપી ઝડપાયા
પોલીસને બાતમીના આધારે ત્રણ આરોપીઓ વડાલીના ધરોઈ ત્રણ રસ્તા પાસે હોવાની બાતમી મળતા ત્રણેય આરોપીઓને એક સાથે ઝડપી લેવાયા હતા. તેમજ આરોપીઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ પણ કબજે કરી હતી. સાથે સાથે આરોપીઓનો ઈતિહાસ તપાસતા ત્રણે આરોપીઓ સામે અમદાવાદ સહિત ગાંધીનગર વડાલી અને હિંમતનગરમાં વિવિધ ગુનાઓમાં સંડોવણી હોવાનું ખુલ્યું હતું.