હિંમતનગર : સાબરકાંઠાના ઇડર તાલુકાના પોશીના ગામમાં ત્રણ દિવસ અગાઉ ત્રણ ઈસમોએ સાબરકાંઠા કો-ઓપરેટીવ બેન્કના તાળા તોડી બેન્કમાં પ્રવેશ કર્યો હતો. તેમજ ચોરી માટેનો નિષ્ફળ પ્રયાસ કરતા બેન્કના CCTV કેમેરામાં કેદ થઇ ગયા હતા.
સાબરકાંઠાના ઇડરના પોશિના ગામની બેન્કમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, ચોર CCTV માં કેદ - બેંક લૂંટ
સાબરકાંઠાના ઇડરના પોશીના ગામે ત્રણ દિવસ અગાઉ સાબરકાંઠા બેન્કમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. જોકે ચોરી કરવા આવેલા ત્રણ ઈસમોના CCTV ફૂટેજ વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ સર્જાયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ત્રણેય ઈસમો પૈકી સ્થાનિક જાણકાર વ્યક્તિ થકી જ આ પ્રકારની ચોરીનો પ્રયાસ થઇ શકે એમ છે. જોકે હજુ સુધી આ મામલે કોઈ ચોક્કસ કાર્યવાહી થઈ શકી નથી.
બેંકના CCTV માં ત્રણ ચોર
જેના પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે CCTV ફૂટેજ કબજે લઇ વધુ તપાસ હાથ ધરી હતી. જોકે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બેન્કમાં ચોરી કરવા માટેનો પ્રયાસ કરનાર બેન્કમાં કામગીરી કરનારા વ્યક્તિની સાથે સિક્યુરિટી ગાર્ડની નજીકની વ્યક્તિ હોવાનું માની શકાય તેમ છે. જોકે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયમાં બેન્કમાં ચોરી કરવા માટેના થઈ રહેલા પ્રયાસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે.