સાબરકાંઠાઃ વર્તમાન સમયમાં લોકો નોકરી કરવાની જગ્યાએ આત્મનિર્ભર (A self reliant woman of Sabarkantha) બનીને પોતાની વિશેષ કળાના માધ્યમથી સારી કમાણી કરી રહ્યા છે. તેવામાં હવે સાબરકાંઠામાં પણ એક મહિલાએ આત્મનિર્ભરતાનું એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. હિંમતનગરના ખેડ ચાંદણીના શારદાબેન પ્રજાપતિ હિંચકા (Hinchka making operation in Sabarkantha) બનાવીને સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બન્યાં (A self reliant woman of Sabarkantha) છે. અહીં બ્રહ્માણી સખી મંડળ (Brahmani Sakhi Mandal) અવનવી ડિઝાઈન અને અવનવા આકારના સુંદર હિંચકા તૈયાર કરે છે. તો આ મંડળમાં શારદાબેન પણ જોડાયેલા છે.
આ વસ્તુઓ બનાવે છે મહિલાઓ - બ્રહ્માણી સખી મંડળના (Brahmani Sakhi Mandal) શારદા પ્રજાપતિએ જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષથી તેઓ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. તેઓ આ પ્રવૃતિ થકી મહિને 8,000થી 10,000 રૂપિયા જેટલી માસિક આવક મેળવી શકે છે. આ સખી મંડળમાં બહેનો દ્વારા હિંચકાઓ (Hinchka making operation in Sabarkantha), ફૂલદાની, હેગિંગ ગાર્ડન, બેસવા માટે માંચી જેવી અવનવી વસ્તુઓ બનાવવામાં આવે છે.
આ પણ વાંચો-Atamnirbhar Womens : ગવાડા ગામની મહિલાઓ એક હેતુ સાથે બની સંગઠિત, તો મળી આ સિદ્ધિ