ગુજરાત

gujarat

ETV Bharat / state

પહેલા 5 લાખની ચોરી કરી અને પછી બન્યો ફરિયાદી... - idar

સાબરકાંઠા: જિલ્લાના ઈડરમાં આવેલા દામોદર કોમ્પ્લેક્સમાંથી મંગળવારે એક બિનવારસી થેલો મળી આવી હતી. આ થેલામાંથી 4 લાખ રકમ મળી આવતા માઈક્રો ફાયનાન્સ કંપનીના મેનેજરે પોલીસને જાણ કરી હતી.

સાબરકાંઠાના ઈડરમાં ચોરે ચોરી કરી પોતે જ બન્યો ફરિયાદી

By

Published : Jun 19, 2019, 2:16 PM IST

લાઈટ માઈક્રો ફાઈનાન્સ લિમિટેડના બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા મયુર પંડ્યાએ ગત શનિવારના ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. આ ચોરીની જાણ હેટ ઓફિસને થતા પોલીસ દ્વારા આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જેના પગલે જાણવા મળ્યું હતું કે, આ ચોરીની ફરિયાદ નોંધાવનાર ફરિયાદીએ જ પૈસા પરત મૂકીને પોલીસને બિનવારસી થેલાની જાણ કરી હતી.

સાબરકાંઠાના ઈડરમાં ચોરે ચોરી કરી પોતે જ બન્યો ફરિયાદી

ત્યારબાદ ફરિયાદી પોલીસને સહકાર આપવા લાગેલો પરંતુ તેની પોલ ત્યારે જ ખુલી પડી ગઈ હતી, જ્યારે ચોરી થયેલા થેલામાં 5,87,548 રૂપિયાની રકમ હતી. જ્યારે થેલામાંથી 4 લાખ રૂપિયા મળી આવ્યા હતા. આ અંગે ફરિયાદી મયુરને પૂછતા ઉપરના પૈસા પોતે ભરપાઈ કરી નાખશે તેવું કહેતા ચોરની પોલ ત્યાંજ ખુલી ગઈ હતી. ત્યારબાદ બેંક તરફથી ફરિયાદ નોંધાવતા ઈડર પોલીસે ગુનો નોંધીને મયુરને જેલના હવાલે કરી દીધો છે.

ABOUT THE AUTHOR

...view details