સાબરકાંઠા: અયોધ્યામાં વર્ષો બાદ રામ મંદિર બનવા જઈ રહ્યું છે, ત્યારે ભગવાન રામલલાના મંદિરના ભૂમિ પૂજન માટે સમગ્ર ભારતમાંથી વિવિધ સાધુ-સંતોને આમંત્રિત કરાયા છે. જેમાં ગુજરાતમાંથી પણ ૭ સંતોને આમંત્રણ આવ્યું છે. આ 7માં સાબરકાંઠાના ઇડર પાસે આવેલા વડીયાવીરના મહંત શાંતિ ગીરી મહારાજ પણ સામેલ છે. જેથી સ્થાનિક લોકોમાં ખુશીની લહેર પ્રસરી છે.
રામ મંદિર ભૂમિ પૂજન માટે સાબરકાંઠાના સંતને આમંત્રણ આવ્યું - શાંતિ ગીરી મહારાજ
અયોધ્યામાં વર્ષો બાદ રામ મંદિર બનવા જઈ રહ્યું છે, ત્યારે ભગવાન રામલલાના મંદિરના ભૂમિ પૂજન માટે સમગ્ર ભારતમાંથી વિવિધ સાધુ-સંતોને આમંત્રિત કરાયા છે. જેમાં ગુજરાતમાંથી પણ ૭ સંતોને આમંત્રણ આવ્યું છે. આ 7માં સાબરકાંઠાના ઇડર પાસે આવેલા વડીયાવીરના મહંત શાંતિ ગીરી મહારાજ પણ સામેલ છે. જેથી સ્થાનિક લોકોમાં ખુશીની લહેર પ્રસરી છે.
રામ મંદિર ભૂમિ પૂજન માટે સાબરકાંઠાના સંતને આમંત્રણ આવ્યું
સાબરકાંઠાના ઈડર નજીક આવેલા વડીયાવીર મંદિરના મહંત શાંતિ ગીરી મહારાજ ગત કેટલાક સમયથી રામ મંદિર માટે વિવિધ પ્રયાસો કરી રહ્યા હતા. તેમણે રામ મંદિર થકી વસુદેવ કુટુંબકમની ભાવના જાગૃત થવા અંગે કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષો પહેલા યોજાયેલા 2 માસ સુધીના વિવિધ મહોત્સવ દરમિયાન કેન્દ્રીય પ્રધાન રહી ચૂકેલા પ્રકાશ જાવડેકર અને ગુજરાતના તત્કાલ મુખ્યપ્રધાન વડીયાવીરમાં આવ્યા હતા. આ ઉપરાંત ભારતના 4 મઠ પૈકીના સ્વામી પરમહંસ પણ વડીયાવીરની મુલાકાત લઈ ચૂક્યા છે.