ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના માર્ગો જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા

અરવલ્લીઃ જિલ્લાના માર્ગો જય અંબેના નાદથી ગુંજ્યા તેમજ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે પદયાત્રીઓ અંબાજી તરફ રવાના થયા છે. આગામી દિવસોમાં હજુ જિલ્લાના રસ્તાઓ પદયાત્રીઓથી ઉભરાશે, તેમજ આ વર્ષે ઠેરઠેર વિસામા લાગ્યા છે.

સાબરકાંઠા જિલ્લાના માર્ગો જય અંબેના નાદથી ગુંજ્યા

By

Published : Sep 7, 2019, 9:31 AM IST

સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌથી મોટા લોકમેળો એટલે અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો. આ મેળામાં જઈ અંબાજીમાં બિરાજેલા માં અંબાના દર્શન કરવા ઠેર-ઠેર ભક્તો પદયાત્રા કરીને અંબાજી તરફ રવાના થયા છે. સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના માર્ગો પર પદયાત્રીઓ જોવા મળી રહ્યા છે .આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લાના તમામ માર્ગો પદયાત્રીઓથી ઉભરાય છે. જોકે આ વખતે દર વર્ષની સરખામણીએ સૌથી વધુ વિસ્તારમાં વિસામા લાગ્યા છે. બીજીતરફ વહીવટી પ્રશાસન દ્વારા પણ અત્યારથી જ પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

સાબરકાંઠા જિલ્લાના માર્ગો જય અંબેના નાદથી ગુંજ્યા

સાબરકાંઠાના પ્રાંતિજથી પોશિના સુધી મેડિકલ સુવિધાઓ સાથે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. તેમજ દરેક વિસામા ઉપર પદયાત્રીઓની તમામ સુવિધાઓનો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે . હાલમાં વરસાદન હોવાખી પદયાત્રીઓ માટે પરિસ્થિતિ અનુકૂળ આવી છે., દર વર્ષની જેમ આ વર્ષે પણમાં જગત જનની જગદંબાને નવરાત્રિમાં પોતાને ત્યાં આવવા આમંત્રણ આપવા માટે પદયાત્રીઓ અંબાજીના માર્ગે રવાના થયા છે. ત્યારે અરવલ્લીની હારમાંથી બોલ માડી અંબે જય જય અંબેના જયઘોષથી સંભળાઈ રહ્યું છે.

તેમજ આગામી સમયમાં જયઘોષ વધુ પ્રબળ બનશે ત્યારે વહીવટી પ્રશાસન દ્વારા પણ આગામી બે દિવસ બાદ સાબરકાંઠાથી અંબાજી જવાનો માર્ગ એકમાર્ગીય કરવા માટે પણ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. પદયાત્રીઓનો આદ્યશક્તિ પરનો ભરોસો અને શ્રદ્ધાનો સંગમ હજારો કિલોમીટરનો થાક અંબાના ચરણોમાં શિશ નમાવવાથી દુર થાય તેવું માનવું છે.

ABOUT THE AUTHOR

...view details