હિંમતનગરઃ વિજયનગરમાં આવેલા મીની કાશ્મીર ગણાતા પોલો ફોરેસ્ટમાં આગામી સમયમાં રિવરફ્રન્ટ બનાવવાની શરૂઆત કરાઈ છે. જેના કારણે પોલો ફોરેસ્ટની સુંદરતાને ચાર ચાંદ લાગશે, તેમજ સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે મુલાકાત લેનારું સ્થળ બની રહેશે.
સાબરકાંઠાના વિજયનગરમાં મીની કાશ્મીર ગણાતા પોલો ફોરેસ્ટ દિન-પ્રતિદિન સૌંદર્યનું બીજું નામ વધી રહ્યું છે. એક તરફ ચોમાસુ પૂર્ણ થયા બાદ હાલમાં આ વિસ્તારમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠી છે. જેના પગલે સમગ્ર ગુજરાતમાંથી મુલાકાત લેનારા લોકોમાં ખૂબ મોટો વધારો થયો છે, ત્યારે સાબરકાંઠા વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં પોલો ફોરેસ્ટમાં રિવરફ્રન્ટ બનાવવાનું આયોજન કરાયું છે.
પોલો ફોરેસ્ટમાં બનશે રિવરફ્રન્ટ, જિલ્લા કલેકટર દ્વારા કરાશે નવીનીકરણ - વિજયનગર
સાબરકાંઠાના વિજયનગરમાં આવેલા પોલો ફોરેસ્ટમાં આગામી સમયમાં રિવરફ્રન્ટ બનાવવાની શરૂઆત થશે. જેના કારણે પોલો ફોરેસ્ટની સુંદરતામાં વધારો થશે.
પોલો ફોરેસ્ટ દિન પ્રતિદિન સૌંદર્ય માટે જાણીતું બન્યું છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લાખોના ખર્ચે નદી કિનારે રિવરફ્રન્ટ બનાવશે. જેના પગલે આગામી દિવસોમાં વધુ સુંદરતા બની રહેશે. રિવરફ્રન્ટ થકી નદી કિનારે બંને તરફ પૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, તેમજ રિવરફ્રન્ટ થકી સ્વિમિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેને પગલે આ વિસ્તારમાં આગામી દિવસોમાં વધારે મુલાકાતી વધી શકશે.
જોકે આ વિસ્તારમાં આગામી સમયમાં રોજગારીની તકો પણ વધી શકે તેમ છે, ત્યારે જોવું રહેશે રિવરફ્રન્ટ કે આગામી સમયમાં ગુજરાતનો સૌંદર્યમાં પ્રથમ સ્થાન ધરાવનારા આ વિસ્તારમાં કેટલો તફાવત સર્જાઇ શકે છે તેમજ રોજગારની કેટલી તકો પ્રાપ્ત થઈ શકે તેમ છે.