નારાયણ સાંઇ આરોપી જાહેર થતા પ્રત્યાઘાત સાબરકાંઠામાં પડ્યા તેવી સંભાવના
સાબરકાંઠાઃ ગતરોજ આશારામના પુત્ર નારાયણ સાંઈને સુરત દુષ્કર્મ કેસમાં આરોપી નક્કી કરાતા સાબકરકાંઠા જિલ્લામાં પણ તેના પ્રત્યાઘાત જોવા મળે તો નવાઈ નહિ. સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ નજીક નારાયણ સાંઈનો આશ્રમ આવેલો છે.
નારાયણ સાંઇને આરોપી જાહેર કરાતા તેના પ્રત્યાઘાત સાબરકાંઠા જિલ્લામાં પડી શકે તેવી શક્યતા
જેમાં નારાયણ સાંઈ પોતાના સાધકો સહીત મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ હાજરી આપતા હતા. તેમજ નારાયણ સાંઈ આજ આશ્રમમાં મોટાભાગે સાધના કરતા હોવાનું પણ કહેવાય છે. સાબરકાંઠામાં નારાયણ સાંઈ તેમજ આશારામ બાપુના 3 આશ્રમ આવેલા છે. જેમાં ગાંભોઈ નજીક મુછની પાળ,હિંમતનગર તેમજ ઇડરના સદાતપુરા પાસે આ આશ્રમ અસ્તિત્વ ધરાવે છે જોકે આ આશ્રમનો ઉપયોગ યુવતીઓના શોષણ માટે થયો હોય તેવું ખુલ્યું નથી.