ગુજરાત

gujarat

ETV Bharat / state

આખરે માવતર કમાવતર થઈ જ ગયું! 7 માસની બાળકીને દાટી દેનારા માતાપિતા ઝડપાયા - Buried girl found alive

સાબરકાંઠાના હિંમતનગર નજીક 7 માસની બાળકીને (Baby Found in Gambhoi Village) દાટી દેનારા માતાપિતાની પોલીસે ધરપકડ (Sabarkantha Police arrested Accused) કરી છે. જિલ્લાની સ્થાનિક કચેરીના અધિકારીઓએ ગઈકાલે (ગુરુવારે) આ જ બાળકીને જીવિત હાલતમાં (Buried girl found alive) બહાર કાઢી હતી.

આખરે માવતર કમાવતર થઈ જ ગયું! 7 માસની બાળકીને દાટી દેનારા માતાપિતા ઝડપાયા
આખરે માવતર કમાવતર થઈ જ ગયું! 7 માસની બાળકીને દાટી દેનારા માતાપિતા ઝડપાયા

By

Published : Aug 5, 2022, 11:14 AM IST

સાબરકાંઠાઃ 'છોરું કછોરું થાય પરંતુ માવતર કમાવતર ન થાય' આ કહેવત હિંમતનગરના એક દંપતીએ ખોટી સાબિત કરી બતાવી છે. કારણ કે, ગાંભોઈ પાસે આ દંપતીએ પોતાની જ 7 મહિનાની બાળકીને જીવતી જમીનમાં દાટી (Baby Found in Gambhoi Village) દીધી હતી. જોકે, આસપાસના ખેતમજૂરોને બાળકીના રડવાનો અવાજ સંભળાતા તેમણે તંત્રને જાણ કરી હતી. ત્યારે સ્થાનિક કચેરીના અધિકારીઓએ બાળકીને જીવતી બહાર કાઢી હતી. તો આજે (શુક્રવારે) પોલીસે 3 ટીમ બનાવી આ દંપતીને નંદાસણથી ઝડપી (Sabarkantha Police arrested Accused) પાડ્યું હતું. અત્યારે બાળકી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

આ પણ વાંચોઃપૂત્રીનો જન્મ થતાં સાસરિયાંઓએ મહિલા સાથે કરી નાખ્યું શરમજનક કામ

અધિકારીઓએ બાળકીને કાઢી બહાર - હિંમતનગરના ગાંભોઈ નજીક આવેલા ખૂલ્લા ખેતરમાં એક દંપતીએ પોતાની 7 મહિનાની બાળકીને દાટી (Buried girl found alive) દીધી હતી. ત્યારબાદ સ્થાનિક કચેરીના અધિકારીઓએ બાળકીને બહાર કાઢી હતી. બાળકી જીવિત હાલતમાં (Buried girl found alive) હોવાથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બાળકી અધૂરા મહિનામાં જન્મી હોય તેવું પ્રાથમિક અંદાજ સ્થાનિક ડોક્ટરો લગાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ Baby found on side of road : આ માસૂમનું શું થશે? પલસાણા ચાર રસ્તાથી મળ્યું નવજાત શિશુ

બાળકી સ્વસ્થ છેઃસાબરકાંઠા જિલ્લા સિવિલના સ્થાનિક સિવિલ સર્જનનું માનવું છે કે, નવજાત બાળકીને જમીનમાં દાટેલી રાખી હોવા છતાં હાલના તબક્કે સ્વસ્થ છે ત્યારે તેને ઈશ્વરનો ચમત્કાર જ માનવો રહ્યો. સાથોસાથ સામાજિક દીકરીઓને યોગ્ય સ્થાન મળે તેવા પગલા ભરવાની સામાજિક આગેવાનોની તાતી જરૂરિયાત છે.

ABOUT THE AUTHOR

...view details