- ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી
- સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી તંત્ર સામે કર્યો આક્ષેપ
- કોરોના કીટ તેમજ ઇન્જેક્શન મામલે તંત્ર નિષ્ફળ ગયું હોવાનો કર્યો આક્ષેપ
સાબરકાંઠા: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી દિન- પ્રતિદિન વ્યાપક રીતે વધી રહી છે, ત્યારે ખાનગી હોસ્પિટલો તેમજ સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન તેમજ કોરોના તપાસ માટેની કીટ પૂરી થઈ ગઈ છે. જેના પગલે હવે આમ જનતાને ભોગવવાનો વારો આવ્યો છે. આમ જનતાની સારવાર સામે પણ સવાલ ઊભો થયાનો આક્ષેપ કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે લગાવ્યો છે.
આ પણ વાંચો :બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ પાલનપુર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
ગુજરાતના મુખ્યપ્રધાનને લેખિત રજૂઆત કરાઈ
સાબરકાંઠાની ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અશ્વિન કોટવાલે બુધવારે હિંમતનગરની સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઇને દર્દીઓને અપાતી સારવાર તેમજ રેપિડ ટેસ્ટ અને RTPCR માટેની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમજ તેમને જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં હાલના તબક્કે કોરોના પોઝિટિવ માટે કરાતા ટેસ્ટની કીટ પૂર્ણ થઈ ચૂકી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ દર્દીઓને અપાતા ઇન્જેક્શનની પણ કમી સર્જાય છે. જોકે આ મામલે તેમને ગુજરાતના મુખ્યપ્રધાનને લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે ગુજરાતની જનતા સહિત હિંમતનગર સિવિલ હોસ્પિટલને ટેસ્ટ કરવાની સામગ્રી અને ઇન્જેક્શન આપવાની માગ કરી છે.