સાબરકાંઠાના ઇડર તાલુકાના કાટોડિયા ગામે છેલ્લા કેટલાક સમયથી દેશી દારૂ તેમ જ વિદેશી દારૂના મુદ્દે સ્થાનિકોનો આક્રોશ હોવાને પગલે વિવિધ જગ્યાએ રજૂઆત કરી હતી. જોકે કોઇ પગલાં ન લેવાતાં આજે સવારે જનતા રેડ કરી વિપુલમાત્રામાં દેશી તેમ જ વિદેશી દારૂ ઝડપી લીધો હતો. ગ્રામજનોએ દેશી દારૂના અડ્ડા ઉપર દારૂનો નાશ કરવા સાથે વધેલો દારૂ સ્થાનિક પોલીસને બોલાવી સુપ્રત કર્યો હતો.
ઇડરના આસોડિયામાં જનતા રેડ, વિપુલ માત્રામાં દેશી દારૂ ઝડપાયો
ઇડર તાલુકાના ટોડિયા ગામે આજે સ્થાનિકોએ જનતા રેડ કરી વિપુલમાત્રામાં દેશી દારૂ ઝડપ્યો હતો. સ્થાનિક પોલીસને બોલાવી દેશી દારૂ સુપરત કરી આગામી સમયમાં ઠોસ પગલાં ભરવા માગણી પણ કરી હતી
એકતરફ ગુજરાત પોલીસ દેશી તેમજ વિદેશી દારૂ કોઈ પણ ભોગે ન ચલાવી લેવાની વાતો કરે છે તો બીજીતરફ ગુજરાતના મોટાભાગના ગામડાંઓમાં આજે પણ દારૂનું નેટવર્ક યથાવત હોવાનું સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું આગામી સમયમાં જો દેશી દારૂના મુદ્દે પોલીસ પગલાં નહીં ભરે તો આવી જનતા રેડ અન્ય ગામોમાં થાય તેવી પણ સંભાવનાઓ સેવાઈ રહી છે.
સાબરકાંઠાના ઇડર તાલુકાના આરસોડિયા ગામથી શરૂ થયેલી જનતા રેડ આગામી સમયમાં સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાં પણ થાય તેવી પૂર્ણ સંભાવનાઓ છે ત્યારે પોલીસ તંત્ર આગામી સમયમાં આ મુદ્દે કેવા અને કયા પગલાં ભરે છે તે પણ મહત્વનું બની રહેશે.