સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી બોલિવુડના કલાકારો દ્વારા હિન્દી ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે. જે અંગેની કોઈ પણ જાણ સ્થાનિકોને કરવામાં આવી નહોતી. અચાનક જ પાલિકા અને રસ્તાઓ બંધ દેવાયા હતા. જેના કારણે નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.
ફિલ્મ શૂટિંગ ઈડરના લોકો માટે બન્યો માથાનો દુઃખાવો - bollywood news
સાબરકાંઠાઃ જિલ્લાના ઇડર તાલુકામાં બોલિવુડના સ્ટાર રણવીર સિંહની ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. જેનો સ્થાનિક કલા રસિકોમાં આનંદ છે પણ સાથે રોષ પણ છે. કારણ કે, નગરજનોને જાણ કર્યા વિના અચાનક જ પાલિકા અને રસ્તાઓ બંધ કરી દેવાયા હતા. પરીણામે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી અને લોકોના રોજબરોજના કામ અટકી પડ્યાં હતાં. જેથી સ્થાનિકો ભારે રોષ જોવા મળી રહ્યો છે.
sabarkantha
આમ, પાલિકા અને રોડ રસ્તા બંધ કરી દેતા લોકોના રોજબરોજના કામકાજ અટકી પડ્યા હતા. તો બીજી તરફ પોલીસ પ્રોટેક્શન અને ખાનગી સિક્યુરિટીના વ્યવહારના કારણે વાહનવ્યવહાર અટકી પડ્યો હતો. જેથી આ ફિલ્મ શૂટિંગ કેટલાંક લોકો માટે આ ફિલ્મ માથા દુખાવો બની હતી.
ઉલ્લેખનીય છે કે, ઇડરમાં 33 વર્ષ પહેલા મહાનાયક અમિતાભ બચ્ચને એક આલ્બમનું શૂટિંગ કર્યુ હતું. ત્યારબાદ હવે અભિનેતા રણવીર સિંહ,આલિયા ભટ્ટ અને બોમન ઇરાની પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે.