- સાબરકાંઠાના ખેડબ્રહ્મા અંબાજી મંદિર એક સપ્તાહ માટે બંધ
- કોરોના સંક્રમણને કાબૂમાં લેવા લેવાયો નિર્ણય
- 6 જૂનથી મંદિરના કપાટ ખુલશે
સાબરકાંઠાઃકોરોના મહામારીને પગલે ખેડબ્રહ્મા અંબાજી માતાજીનું મંદિર આગામી 5 જૂન સુધી બંધ રાખવામાં આવશે. જો કે, અગાઉ 30મેથી મંદિરના ભક્તો માટે દર્શન કરવા માટે ખુલ્લું રહેવાનું હતું. જો કે, મંદિરના ટ્રસ્ટી મંડળ સહિત વહીવટી તંત્ર દ્વારા એક મીટીંગના અનુસંધાને 6 જૂને ભક્તો માટે ખુલ્લું મુકાશે.
આ પણ વાંચોઃ4 જૂન સુધી અંબાજી મંદિર બંધ
સોશિયલ મીડિયા પર માતાજીના દર્શન ભક્તો કરી શકશે
જો કે, હાલ સોશિયલ મીડિયા પર માતાજીના દર્શન ભક્તો કરી શકશે. જો કે, કોરોના મહામારીને લઈને ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે તેમજ આ સમય દરમિયાન મંદિરના દ્વાર બંધ રહેશે. પરંતુ પૂજા, આરતી અને વિધિ બંધ બારણે કરવામાં આવશે.
ખેડબ્રહ્મા અંબાજી મંદિર આગામી 5 જૂન સુધી રહેશે બંધ કોરોના સંક્રમણ ફરી ન વધે તે માટે લેવાયો નિર્ણય
સમગ્ર વિશ્વમાં કાળોકેર મચાવનાર કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન ઘટી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં કોરોના સંક્રમણ ફરીથી ન વધે તે માટે ખેડબ્રહ્મા અંબાજી ટ્રસ્ટ દ્વારા માતાજીના દર્શન માટેની સમયમર્યાદામાં વધારો કરાયો છે.
ખેડબ્રહ્મા અંબાજી મંદિર આગામી 5 જૂન સુધી રહેશે બંધ ખેડબ્રહ્મા મંદિરના કપાટ 6 જૂનના રોજ ખોલવામાં આવશે
જગતજનની જગદંબાના દર્શન કરવા માટે ખેડબ્રહ્મા મંદિરના કપાટ 6 જૂનના રોજ ખોલવામાં આવશે. જો કે, કોરોનાનું સંક્રમણ વધતા સતત ચોથી વાર અંબાજી મંદિરના કપાટ ખોલવાની મર્યાદામાં વધારો કરાયો છે
ખેડબ્રહ્મા અંબાજી મંદિર આગામી 5 જૂન સુધી રહેશે બંધ આ પણ વાંચોઃઅંબાજી મંદિરને કોરોના ગ્રહણ, આજે મંગળવારથી આ તારીખ સુધી રહેશે બંધ
કોરોનાના કારણે લેવાયેલા નિર્ણયને ભક્તજનો માટે પણ યથાર્થ ગણાવાયો
જો કે, કોરોના સંક્રમણને ઓછુ કરવા માટે લેવાયેલો નિર્ણય ભક્તજનો માટે પણ યથાર્થ ગણાવામાં આવી રહ્યું છે. સાથોસાથ એ સોશિયલ મીડિયા મારફતે જગતજનની માં જગદંબાના દર્શન કરવા માટેની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. જે કોરોના મહામારી માટે યથાર્થ ગણાવામાં આવી રહી છે.