ગુજરાત

gujarat

ETV Bharat / state

ઇડર બંધને સ્થાનિક લોકોનું સંપૂર્ણ સમર્થન, આગામી સમયમાં જન આંદોલન ગરમાશે - Gujarat News

સાબરકાંઠામાં જગપ્રસિદ્ધ અરવલ્લીની ગિરિમાળામાં અજય ગણાતા ઈડરિયા ગઢ મામલે થઈ રહેલા ખનન મામલે ગુરુવારે સ્થાનિકોએ ઇડર (Idar) બંધનું એલાન આપ્યું હતું. તેને સંપૂર્ણ સમર્થન મળતા હવે આગામી સમયમાં જન આંદોલન ગરમાશે તે નક્કી છે.

Announcement of closure Idar
Announcement of closure Idar

By

Published : Aug 12, 2021, 4:05 PM IST

  • સાબરકાંઠાના ઈડરિયા ગઢ મામલે આંદોલન
  • ખનન યથાવત્ રહેતાં આજે ઇડર બંધનું અપાયું હતું એલાન
  • ઇડરમાં ગઢ મામલે પ્રચંડ જન સમર્થન મળ્યું
  • ઇડરના બજારો સહિત માર્કેટયાર્ડ, કોર્ટ કચેરી તેમજ ખાનગી સંસ્થાઓ પણ રહી બંધ

સાબરકાંઠા: અંગ્રેજો સામે હાર ન માનનાર સાબરકાંઠાનો ઇડરિયો ગઢ જાણે કે આજે ખનન માફિયા સામે નતમસ્તક બન્યો હોય તેમ જણાઈ રહ્યું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં ખનન યથાવત રહેતા ઇડર (Idar) બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને સંપૂર્ણ સમર્થન મળતા સવારથી ઇડર (Idar) સહિતના બજારો સહિત APMC માર્કેટ યાર્ડ, કોર્ટ કચેરી તેમજ ખાનગી સંસ્થાઓ પણ બંધ રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી ઇડરિયા ગઢને બચાવવા હવે સ્થાનિકોને પ્રચંડ જનસમર્થન મળતા જ આંદોલન વધુ ઉગ્ર બનશે તે નક્કી છે.

ઇડર બંધને સ્થાનિક લોકોનું સંપૂર્ણ સમર્થન

આ પણ વાંચો: ઈડરગઢ મામલો ગરમાયો, ગઢ બચાવો સમિતિની યોજાઇ પ્રેસ કોન્ફરન્સ

આગામી સમયમાં આંદોલન ગાંધીનગર પહોંચે તેવી સંભાવના

આગામી સમયમાં સહિત વિવિધ નાના-મોટા સંગઠનો એકરૂપ બની રહ્યા છે. જેથી હવેના સમયમાં હિંમતનગરથી ગાંધીનગર સુધી આંદોલન પહોંચે તેવી સંભાવના છે. આ મામલે Etv Bharat દ્વારા સ્થાનિકો સાથે વાતચીત કરતા સમગ્ર આંદોલનની ગંભીરતા સામે આવી છે. આગામી સમયમાં સાબરકાંઠાના ઇડર (Idar) માંથી શરૂ થયેલું આ આંદોલન ન્યાય ન મળે તો કેટલું વ્યાપક સ્વરૂપ ધારણ કરે છે તે મહત્ત્વનું બની રહેશે.

ઇડર બંધને સ્થાનિક લોકોનું સંપૂર્ણ સમર્થન

આ પણ વાંચો: સાબરકાંઠાના ઈડરીયા ગઢને પ્રવાસન સ્થળમાં સમાવિષ્ટ કરાયો

ABOUT THE AUTHOR

...view details