- સાબરકાંઠામાં વરરાજાએ મતદાનની મુહિમ બિરદાવી
- હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર 7માં જાન પ્રસ્થાન પહેલા કર્યું મતદાન
- સો ટકા મતદાન કરવા મતદારોને અપીલ
- સ્થાનિક મતદારોમાં પણ અનેરો ઉત્સાહ
સાબરકાંઠા: સમગ્ર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં આજથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનની શરૂઆત થઈ છે. જેમાં સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. જોકે સૌથી મહત્વની બાબત એ છે કે, આજની તારીખે સૌથી પહેલા મતદાન કરવા નિયુક્તિને હિંમતનગરના વોર્ડ નંબર 7ના એક યુવકે સાર્થક કરી છે. જેમાં આજે જાન પ્રસ્થાન કરતા પહેલાં તેને જાનૈયાઓ સાથે મતદાન કરીને એક નવો ચીલો ચીતર્યો છે અને સાથે જ તમામ મતદારોને સો ટકા મતદાન કરવાની અપીલ કરી છે.
લગ્નગ્રંથિથી જોડાતા પહેલા પૂરી કરી મતદાનની ફરજ
હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર 7ના એક યુવકના આજે લગ્ન છે. જેમાં હિંમતનગરથી મોડાસા તેની જાન જવાની છે. જોકે શોએબ મોહમ્મદ નામના યુવકે આજે લગ્નગ્રંથિથી જોડાતા પહેલા હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર 7માં જાનૈયાઓ સાથે મતદાન કર્યું હતું. જેના પગલે સ્થાનિક મતદારોમાં પણ અનેરો ઉત્સાહ સર્જાયો હતો. સામાન્ય રીતે લગ્ન તેમજ મરણના પ્રસંગે મોટાભાગે મતદારો મતદાનથી દૂર રહેતા હોય છે, તેવા સમયે વરરાજાએ મતદારોને મતદાન કરવા માટે વિશેષ આગ્રહ કર્યો છે અને સાથે જ મતદાનએ પોતાનો હક તેમજ ફરજ હોવાની વાત કરીને તમામ મતદારોએ સૌથી પહેલા મતદાન કરવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી છે.
વોર્ડ નંબર 7માં સૌથી વધુ મતદાન થવાની શક્યતા