ગુજરાત

gujarat

ETV Bharat / state

હિંમતનગર જિલ્લા પોલીસ વડા કચેરીની સામે યુવતીએ કરી આત્મહત્યા - sabarkantha news

સાબરકાંઠાના હિંમતનગર જિલ્લા પોલીસ વડા કચેરી સામે સોમવારે અજાણી યુવતીએ 7 માળની બિલ્ડિંગ પરથી છલાંગ લગાવતા યુવતીનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે. જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી આ મામલે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે.

મોતનું કારણ અકબંધ
મોતનું કારણ અકબંધ

By

Published : Apr 19, 2021, 8:13 PM IST

  • જિલ્લા પોલીસ વડા કચેરી સામે યુવતીએ લગાવી છલાંગ
  • 7 માળની બિલ્ડિંગ ઉપરથી છલાંગ લગાવતા મોત
  • મોતનું કારણ અકબંધ

સાબરકાંઠા:જિલ્લાના હિંમતનગર જિલ્લા પોલીસ વડા કચેરીની સામે સોમવારે બપોર બાદ અજાણી યુવતીએ અગમ્ય કારણોસર નવી બની રહેલી 7 માળની બિલ્ડિંગ પરથી છલાંગ લગાવતા યુવતીનું ઘટના સ્થળે મોત થયું છે. જોકે પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચી મૃતદેહને જિલ્લા સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

7 માળની બિલ્ડિંગ ઉપરથી છલાંગ લગાવતા મોત

આ પણ વાંચો:શારદાબેન હોસ્પિટલમાં કોરોના દર્દીએ પાંચમા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી

મૃતદેહની પોસ્ટમોર્ટમ કરવા માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

સાબરકાંઠાના હિંમતનગર જિલ્લા પોલીસ વડા કચેરીની સામે 7 માળની બની રહેલી પોલીસ આવાસની બિલ્ડીંગ ઉપરથી અજાણી યુવતીએ અગમ્ય કારણોસર છલાંગ લગાવી હતી. જેના પર યુવતીનું ઘટના સ્થળે મોત થયું હતું. જોકે હજી સુધી યુવતીની ઓળખ થઇ શકી નથી. સાથો-સાથ ક્યાં કારણોસર આત્મહત્યા કરવા મજબૂર થવું પડ્યું તે અંગે તપાસ ચાલી રહી છે. હાલમાં પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તેમજ યુવતીની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો:અમદાવાદના ઘાટલોડિયામાં એક પુરુષે સળગતી હાલતમાં પાંચમાં માળેથી છલાંગ લગાવી

પોલીસ વડા કચેરીની સામે યુવતીનો આત્મહત્યા

યુવતીએ ક્યા સંજોગોમાં ક્યા કારણોસર આત્મહત્યા કરી તે જાણી શકાયું નથી. સાથો-સાથ યુવતીની ઓળખ પણ પ્રાપ્ત થઈ શકી નથી. જોકે યુવતીના કપડાં ઉપરથી લઘુમતિ સમાજની યુવતી હોય તેઓ પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ માની રહી છે તેમજ આ દિશામાં તપાસ ચલાવી રહી છે. જોકે આત્મહત્યા કરનારી યુવતીની ઓળખ મેળવવાનું કામ પોલીસે હાથમાં લીધું છે તેમજ પોલીસે આત્મહત્યા કરવા પાછળ જવાબદાર પરિબળ માટે પણ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details