સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના શહેરી વિસ્તારોમાં અને તાલુકા મથકોએ ભપકાદાર ઓફિસ ખોલી ગોલ્ડ પર ફક્ત 1 % વ્યાજે લોન આપી કરોડો રૂપિયા ફિક્સ ડિપોઝીટ પેટે ઉઘરાવ્યા હતા. લોકો સાથે છેતરપિંડી કરી છેલ્લા સપ્તાહથી વધુ સમયથી તમામ ઓફિસને તાળા મારી રફુચક્કર થતા ફાઈનાન્સ લિમિટેડ કંપનીએ ઉઠમણું કર્યું છે.
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં સસ્તા દરે ગોલ્ડ પર ધિરાણ મેળવનાર લોકો ફસાઈ ગયા છે. લોનના હપ્તા ભરાઈ ગયા પછી ગોલ્ડ અને સોનાના દાગીના પરત માંગતા ફાઈનાન્સ પેઢીના માલિક અને કર્મચારીઓ ગલ્લાતલ્લા કરતી ગ્રાહકોને ગોલ્ડ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. ખાનગી પેઢીના બંને માલિકો ઘરને તાળા મારી સપ્તાહ પહેલા રાજસ્થાનની વાટ પકડી લીધી છે.