- ગાંભોઈમાં દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ
- હિંમતનગરના ગાંભોઇમાં દિકરીઓએ ચીધ્યો નવો ચીલો
- 7 દીકરીના પિતાનું મોત થતાં દીકરીઓએ આપી કાંધ
સાબરકાંઠાઃ જિલ્લાના હિંમતનગરના ગાંભોઈમાં રાજસ્થાન પરિવારની 7 દિકરીઓએ પોતાના પિતાને કાંધ આપી અંતિમ સંસ્કાર કર્યા હતા, ત્યારે આ દ્રશ્ય જોઈ હાજર રહેલા સૌ કોઈની આંખમાં આંસુ જોવા મળ્યા હતા.
દિકરીઓએ આપી કાંધ
હિંમતનગરના ગાંભોઈમાં છેલ્લા કેટલાય વર્ષોથી રહેતા મારવાડી પરિવારના પુરૂષનું 93 વર્ષની જૈફ ઉંમરે મૃત્યુ થતા તેમને કાંધ આપી અંતિમ સંસ્કાર કરે તેવું કોઈ સ્વજન ન હતું, જેથી તેમની સાત પુત્રીઓએ આ કામ ઉપાડી અર્થીને કાંધ આપી હતી. તેમજ સ્મશાન સુધી લઈ જઈ અંતિમ વિધિ પણ કરી હતી. જે આગામી સમયમાં એક નવો ચીલો બની રહે તો નવાઈ નહીં.
ગાંભોઈમાં દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ સ્થાનિક વિસ્તારમાં દીકરીનું મહત્વ વધશે
સામાન્ય રીતે દીકરો જ પોતાના બાપની અર્થીને કાંધ આપતો હોય છે જોકે, આમાં કેટલાય સમયથી ચાલી આવતી તથ્ય વિહોણી વાતોને ગાંભોઈની સાત બહેનોએ ચેલેન્જ આપી છે અને પોતાના પિતાને કાંધ આપી અંતિમ સંસ્કાર કર્યા છે, ત્યારે હવે આગામી દિવસોમાં દીકરીઓનું મહત્વ વધશે.
ગાંભોઈમાં દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ