ગુજરાત

gujarat

ETV Bharat / state

એક ગામનું ગૌચર બીજા ગામના લોકોએ પડાવ્યાના આક્ષેપ સાથે ફૂદેડાના ગ્રામજનોએ આવેદન આપ્યું - Gauchar

સાબરકાંઠાના ઇડર તાલુકાના ફુદેડાના ગ્રામજનોએ આજે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપી પોતાના ગામ માટે ગૌચરની માગણી કરી છે. આ ગામની ગૌચર અન્ય ગામના લોકોએ પડાવી લેવાનો આક્ષેપ થયો છે ત્યારે ગામના લોકો પોતાના પશુઓ માટે ફાળવેલી ગૌચર માટે જિલ્લાકક્ષા સુધી ન્યાય માટે પહોંચ્યાં છે.

એક ગામનું ગૌચર બીજા ગામના લોકોએ પડાવ્યાના આક્ષેપ સાથે ફૂદેડાના ગ્રામજનોએ આવેદન આપ્યું
એક ગામનું ગૌચર બીજા ગામના લોકોએ પડાવ્યાના આક્ષેપ સાથે ફૂદેડાના ગ્રામજનોએ આવેદન આપ્યું

By

Published : Mar 2, 2020, 7:08 PM IST

સાબરકાંઠાઃ ઇડર તાલુકાના ફુદેડાના ગ્રામજનોએ પોતાના ગામનું ગૌચર મેળવવા સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી સુધી લાંબા થવાનો સમય આવ્યો છે. મહત્વની બાબત એ છે કે, આ ગામ માટે ફાળવાયેલા 272 એકરથી વધારે વિસ્તારનું ગૌચર આજની તારીખે ગામ અંતરમાં જ નથી. આ ગામનું 272 એકરથી વધારેનું ગૌચર બાજુમાં આવેલા રામપુર ગામમાં છે. આ અંગે છેલ્લાં ત્રણ વર્ષથી અનેક રજૂઆત કરવા છતાં હજી સુધી ન્યાય મળી શક્યો નથી.

પોતાના ગામનું ગૌચર મેળવવા માટે સ્થાનિક ગ્રામજનોએ ગ્રામ પંચાયતથી લઇને ગાંધીનગર સુધી રજૂઆત કરી છે તેમ જ આ અંગે બે વર્ષથી જિલ્લા કલેકટર કચેરી પર ધક્કા ખાઇ રહ્યાં છે. જોકે હવે ગૌચર પાછી મેળવવા માટે જાણે કે બધાના હાથ ટૂંકા પડતા હોય તેમ જણાઈ આવતાં હવે સાબરકાંઠા જિલ્લા કચેરીએ વધુ એક વખત લેખિત રજૂઆત કરી છે તેમ જ આગામી સમયમાં કોઈ નક્કર ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

એક ગામનું ગૌચર બીજા ગામના લોકોએ પડાવ્યાના આક્ષેપ સાથે ફૂદેડાના ગ્રામજનોએ આવેદન આપ્યું

સામાન્ય સંજોગોમાં ગામનું નામ સાંભળતા જ ગુજરાતભરમાં છરી અને ચપ્પાની બનાવટ માટે આ ગામ પ્રખ્યાત છે. જોકે, હવે ગામતળ વગરનું કોઈ ગામ હોય તો એના માટે પણ પ્રખ્યાત થાય તેવી પૂરી સંભાવના છે. ગુજરાતના મોટાભાગના ગામડાઓ પાસે વત્તાઓછા પ્રમાણમાં સ્થાનિક પશુઓ માટે ગૌચર હોય છે. જોકે આ ગામમાં આજની તારીખે ગૌચર અન્ય ગ્રામ પંચાયત દ્વારા હડપ કરી લેવાયું હોય તેવી સ્થિતિ ઉદભવી છે ત્યારે સ્થાનિક ગ્રામજનોએ આ મુદ્દે આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી સાથે આવેદનપત્ર આપી ટૂંકસમયમાં ન્યાય માટેની માગ કરી છે. સાથોસાથ જિલ્લા કલેકટરને આ મામલે સ્થળ તપાસ કરવા સુધીની વાત કરી છે.

ABOUT THE AUTHOR

...view details