સાબરકાંઠાના ઈડરમાં મળી આવ્યો અજાણ્યા ઇસમનો હત્યા કરાયેલો મૃતદેહ - Murder
સાબરકાંઠાઃ ઇડર તાલુકાના દેશોતર ગામે ગુરૂવારે અજાણ્યા ઈસમની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ સર્જાયો હતો. સાબરકાંઠાના ઈડર તાલુકાના દેશોતર ગામની સીમમાં સ્થાનિક લોકોએ અજાણ્યા ઇસમનો મૃતદેહ જોતા સ્થાનિક પોલીસને જાણ કરતા જાદર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ મૃતદેહનો કબજો મેળવી આસપાસ તપાસ હાથ ધરી હતી.
sabarkata
જો કે, ઈડર સિવિલ હોસ્પીટલમાં મૃતદેહનું પીએમ કરાવતાં મૃતકને બોથડ પદાર્થથી માર કરાયાનું ખુલ્યું હતું. ઘટના સ્થળેથી તૂટેલી હાલતમાં બેઝબોલની સ્ટીક મળી તેને પણ ફોરેન્સિક લાયબ્રેરી મોકલાવી વધુ તપાસ હાથ ધરી છે. આ વિસ્તારમાં કરપીણ હત્યા ક્યાં કારણસર કરાઈ તેના અંગે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.