- પોલો ફોરેસ્ટ સમગ્ર ઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીર
- પ્રતિબંધ ઉઠાવી લેતાં સ્થાનિકોમાં ખુશી
- સ્થાનિક વિસ્તારમાં રોજગારીનો પ્રશ્ન ઉકેલાશે
સાબરકાંઠા: સમગ્ર ઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીર તરીકે ગણાતા 'પોલો ફોરેસ્ટ'માં કોરોના મહામારીને પગલે છેલ્લા કેટલાય સમયથી પ્રતિબંધ યથાવત રાખાયો હતો, પરંતુ કોરોના મહામારી ઘટતા હવે પોલો ફોરેસ્ટમાંથી પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે. જેના પગલે ફોરેસ્ટમાં રોજગારીનો પ્રશ્ન હવે નિર્મૂલન થાય તેવી પણ સંભાવનાઓ છે.
કોરોના મહામારીને પોલો ફોરેસ્ટ પર લગાવાયો હતો પ્રતિબંધ
ઉલ્લેનીય છે કે, પોલો ફોરેસ્ટમાં સૌથી મહત્વનો પ્રશ્ન રોજગારીનો બન્યો હતો, તેમજ કોરોના મહામારીને પગલે સ્થાનિક ધંધા-રોજગાર ઉપર વિપરીત અસર થઈ હતી. સાથોસાથ જિલ્લા વહીવટી તંત્રે અગમચેતીના ભાગરૂપે એકાદ વર્ષથી આ વિસ્તારમાં પ્રતિબંધ યથાવત રાખ્યો હતો. જેના પગલે પોલો ફોરેસ્ટ સુમસામ બન્યું હતું. જો કે, સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હવે પ્રતિબંધ ઉઠાવી લેતા હવે પોલો ફોરેસ્ટમાં ફરીથી સહેલાણીઓ સરળતાથી આવી શકશે. તેમ જ સ્થાનિક કક્ષાએ તમામ સુવિધાઓનો લાભ મેળવી શકશે. જોકે, હાલ ટુ વ્હીલર સાધનોને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ મોટા વાહનોને હાલ પૂરતી મંજૂરી અપાઇ નથી. જે આગામી સમયમાં તમામ પ્રતિબંધો ઉઠાવી લેવાની સંપૂર્ણ સંભાવના છે, ત્યારે હાલમાં સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયના પગલે સ્થાનિક વિસ્તારોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.