ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના વિજયનગરમાં 5 વર્ષ પહેલા થઈ હતી હત્યા, કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી

કૂતરું કરડવા જેવી સામાન્ય બાબતે 5 વર્ષ પહેલા સાબરકાંઠા (Sabarkantha)ના લીમડા ગામે થયેલી હત્યાના મામલે આજે ઇડર કોર્ટે (Idar Court) અંતિમ ચુકાદો આપતા દોષીને આજીવન કારાવાસની સજા (Life imprisonment) આપી છે. સાથે જ એક અન્ય કેસમાં 10 વર્ષની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

સાબરકાંઠાના વિજયનગરમાં 5 વર્ષ અગાઉ થઈ હતી હત્યા, કોર્ટે આરોપીને આજીવન કારાવાસ સજા ફટકારી
સાબરકાંઠાના વિજયનગરમાં 5 વર્ષ અગાઉ થઈ હતી હત્યા, કોર્ટે આરોપીને આજીવન કારાવાસ સજા ફટકારી

By

Published : Oct 3, 2021, 8:28 PM IST

  • લીમડા ગામે થયેલી હત્યામાં આજીવન કેદની સજા ફટકારાઈ
  • ઇડર કોર્ટ દ્વારા આરોપીને સજા ફટકારવામાં આવી
  • કુતરું કરડવા જેવી સામાન્ય બાબતે થઈ હતી હત્યા

ઇડર: સાબરકાંઠાના વિજયનગર (vijaynagar sabarkantha)ના લીમડા ગામે 5 વર્ષ અગાઉ સર્જાયેલી અથડામણમાં ફરીયાદીનું મોત થતા આજે ઇડર કોર્ટ દ્વારા આરોપીને સખત આજીવન કારાવાસ (Life imprisonment) સહિત અન્ય એક કેસમાં 10 વર્ષની સજા ફટકારી 10 હજારનો દંડ ફટકાર્યો હતો.

કૂતરું કરડવા જેવી સામાન્ય બાબતે કરી હતી હત્યા

સાબરકાંઠાના લીમડા ગામે 2016માં 5 વર્ષ અગાઉ કૂતરું કરડવા જેવી સામાન્ય બાબતે અથડામણ સર્જાઈ હતી, જેમાં ફરીયાદીનું મોત થતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આજે ચુકાદો આવતા ઇડર કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદ તેમજ અન્ય એક ગુનામાં 10 વર્ષની સખત કેદ ફટકારી રૂપિયા 10 હજારનો દંડ કર્યો છે.

આરોપીને આજીવન કારાવાસ

જો કે 2016માં વિજયનગરના લીમડા ગામે કુતરું કરડવાની અદાવત રાખી આરોપી સંદિપકુમાર પાંડોરે ફરિયાદી સર્જન ભાઈ પાંડોર ઉપર કુહાડીના ઘા કરતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે સમગ્ર મામલો કોર્ટમાં ચાલી જતાં આજે ફરિયાદી પક્ષ તરફથી રજૂઆતો કરાતાં કોર્ટ દ્વારા આરોપીને આજીવન કારાવાસ સહિત અન્ય એક કેસમાં વધુ 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

5 વર્ષથી ચાલી રહ્યો હતો કેસ

સાથોસાથ 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જો કે 5 વર્ષથી ચાલી રહેલા આ કેસમાં આજે ઇડર કોર્ટે ફાઈનલ જજમેન્ટ આપતા સખત આજીવન કારાવાસની સજા ફટકારી 10 હજારનો દંડ ફટકારતા ફરિયાદી પક્ષે ન્યાય મળ્યાની રાહત અનુભવી હતી.

આ પણ વાંચો: સાબરકાંઠા-અરવલ્લીની જીવાદોરી સાબરડેરીમાં છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ ભાવવધારો અપાયો

આ પણ વાંચો: ઈડરની કપાસ કોટન જિનમાં વધુ એક વિવાદ, વહિવટી કમિટીએ દુકાનો બારોબાર વેચતા સભાના સભ્યોએ આત્મવિલોપનની ચીમકી આપી

ABOUT THE AUTHOR

...view details