સાબરકાંઠાના વિજયનગર ખાતે આવેલા HP પેટ્રોલ પંપની 6 લાખથી વધુની રકમ SBI બેન્કમાં જમા કરાવવા જતા અજાણ્યા બે બાઇક સવારોએ આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટ કરી ફરાર થયાનો બનાવ નોંધાયો હતો. જેમાં સાબરકાંઠા જિલ્લા LCBએ ફરિયાદીની ઉલટ તપાસ કરતા ફરિયાદી ખુદ આરોપી સાબિત થયો હતો.
બોલો લ્યો, ફરીયાદી પોતે જ આરોપી નીકળ્યો - GUJARATI NEWS
સાબરકાંઠા: જિલ્લામાં ફરિયાદી જ આરોપી હોય તેવી એક ઘટના સામે આવી છે. જેમાં વિજયનગરમાં મરચાની ભૂકી નાખી લૂંટ કરનારા 4 આરોપીઓની LCB પોલીસે અટકાયત કરી છે.
આ ઘટનામાં ફરિયાદીએ સમગ્ર ઘટનાનું કાવતરું રચી પોતાના પર પોતાના જ માણસો દ્વારા હુમલો કરાવી રકમ લઇ ફરાર થયાની ઘટના ઉભી કરી હતી અને પોલીસ સામે ખોટા નિવેદન આપી લૂંટનું તરકટ ઉપજાવ્યું હતું. જોકે પોલીસની ઊલટ તપાસમાં ફરિયાદી પોતાની જ વાતમાં ફસાઈ જતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. જેમાં ફરિયાદી એ જ પોતાના રાજસ્થાનના બે સંબંધીઓને બોલાવી પૈસા લઈ ફરાર થઈ જવા જણાવ્યું હતું. તેમજ બંનેના ફરાર થયા બાદ પોલીસને જાણ કરી પોતાના પર લૂંટ થયાનું જણાવ્યું હતું
જોકે પોલીસે બાતમીને આધારે સમગ્ર ઘટના ઉકેલી ત્રણ લાખથી વધુની રકમ રિકવર કરી છે. તેમજ જ્યારે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.