ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના પ્રાંતિજથી 10 અને 12 ના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર શરૂ કરાયું

ગુજરાતમાં ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષની શરૂઆત થવા પામી છે. ત્યારે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અધિકારીતા તેમજ પર્યટન પ્રધાન વાસણભાઈ આહિરના અધ્યક્ષ સ્થાને પ્રાંતિજ ખાતે વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. તેમજ તમામ વિદ્યાર્થીઓને માસ્ક સહિતની સામગ્રી આપી ઉજ્જવળ ભવિષ્યની કામના કરવામાં આવી હતી.

સાબરકાંઠાના પ્રાંતિજ ખાતેથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર શરૂ કરાયું
સાબરકાંઠાના પ્રાંતિજ ખાતેથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર શરૂ કરાયું

By

Published : Jan 13, 2021, 10:42 AM IST

  • પ્રાંતિજથી ધોરણ 10 અને 12ના વર્ગોની શરૂઆત
  • વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો
  • કોરોના સંક્રમણ ઘટતા શૈક્ષણિક કાર્ય બનશે સામાન્ય

સાબરકાંઠા : કોરોના મહામારીને પગલે 10 મહિનાથી તમામ શૈક્ષણિક કાર્ય બંધ છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય અંતર્ગત ધોરણ-10 અને 12 માં અભ્યાસની શરૂઆત કરાઈ છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં સામાજિક ન્યાય અને પર્યટન પ્રધાન વાસણભાઈ આહિરના હસ્તે તમામ વિદ્યાર્થીઓને કોરોના કીટ વિતરણ કરવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં બાકી રહેલા અભ્યાસક્રમની સાથે સાથે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમ પૂર્ણ કરી શૈક્ષણિક વર્ગમાં આગળ વધવાની કામના કરી હતી. સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકાની 350થી વધારે શાળાઓમાં 8 હજારથી વધારે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. જે તમામ વિદ્યાર્થીઓ શૈક્ષણિક અભ્યાસક્રમમાં સફળ થાય તેમ જણાવ્યું હતું. સાથો સાથ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે ભારતમાં કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર સફળ રહી છે. તેમજ દિન-પ્રતિદિન કોરોનાનો ઘટતો જતો પ્રભાવ હોવાને પગલે શૈક્ષણિક કાર્ય શરૂ થઈ શક્યું છે. તેવું જણાવી આગામી સમયમાં પણ કોરોનાની સામે જીતવામાં રાજ્ય સરકાર સહિત આમ જનતાને સફળતા મળશે.

સાબરકાંઠાના પ્રાંતિજ ખાતેથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર શરૂ કરાયું

સાબરકાંઠામાં 350 સ્કૂલમાં અભ્યાસ શરૂ થયો

કોરોના સંક્રમણ ઘટવાને પગલે ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય અંતર્ગત આખી ધોરણ 10 અને 12નું શૈક્ષણિક કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના 350થી વધારે શાળાઓમાં 8 હજારથી વધારે વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સંકુલ ખુલ્લા મુકાયા છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પછાત વર્ગોના કલ્યાણ તેમજ પ્રવાસન પ્રધાન વાસણભાઈ આહિરના હસ્તે વિદ્યાર્થીઓને આવકાર્યા હતા.

વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ સંકુલોમાં ખુશી

શૈક્ષણિક કાર્ય શરૂ થવાને પગલે વિદ્યાર્થીઓમાં સંકુલોમાં તેમજ વાલીઓમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. છેલ્લા 10 માસથી શૈક્ષણિક કાર્ય બંધ હોવા છતાં પરીક્ષા લેવાના નિર્ણય પર રહેતા હવે અભ્યાસ એકમાત્ર સાધન બન્યું છે. ત્યારે શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમની શરૂઆત કરતા સમગ્ર વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ સંકુલોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. જોકે, આગામી સમયમાં દિન-પ્રતિદિન ઘટતા રહેલા કોરોના સંક્રમણ વચ્ચે વહીવટીતંત્ર દ્વારા કોરોના સંક્રમણ ન વધે તે માટે ચોક્કસ પગલાં લેવાય તે પણ આજના તબક્કે એટલા જ જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details