ગુજરાત

gujarat

ETV Bharat / state

તૌકતે વાવાઝોડાના પગલે સાબરકાંઠામાં વીજતંત્ર ગંભીર અસર - ગુજરાતમાં તૌકતે વાવાઝોડું

સમગ્ર ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના પગલે વ્યાપક નુકસાન થયું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ વાવાઝોડા અને વરસાદના કારણે 102 જેટલા વીજપોલ ધરાશાયી થઇ જતાં વ્યાપક સમસ્યા સર્જાઈ છે.

તૌકતે વાવાઝોડાના પગલે સાબરકાંઠામાં વીજતંત્ર ગંભીર અસર
તૌકતે વાવાઝોડાના પગલે સાબરકાંઠામાં વીજતંત્ર ગંભીર અસર

By

Published : May 19, 2021, 8:18 PM IST

  • વરસાદી વાવાઝોડાના પગલે વીજતંત્રને ભારે નુકસાન
  • સાબરકાંઠા જિલ્લામાં 102 જેટલા વીજપોલ ધરાશાયી
  • 500થી વધારે ગામડાઓમાં વીજપુરવઠો ખોરવાયો
  • હાલમાં 200થી વધારે ગામડાઓમાં વીજ પુરવઠો બંધ

સાબરકાંઠા: તૌકતે વાવાઝોડા તેમજ વરસાદથી વીજ પુરવઠાને સાબરકાંઠા જિલ્લામાં ભારે અસર થઈ છે જેમાં 102 વીજપોલ ધરાશાયી થતાં જિલ્લાના 514 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જોકે યુ.જી.વી.સી.એલ દ્વારા 310 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે તેમજ 204 ગામોમાં યુ‌.જી.વી.સી.એલની 45 ટીમો અને ખાનગી કોન્ટ્રાક્ટરો કામે લગાડવામાં આવ્યાં છે.

102 જેટલા વીજપોલ ધરાશાયી થઇ જતાં વ્યાપક સમસ્યા સર્જાઈ

45 ટીમે કર્યો 300 ગામમાં વીજ પુરવઠો પૂર્વવત

વાવાઝોડા અને વરસાદને પગલે સાબરકાંઠા જિલ્લામાં 102 જેટલા વીજપોલ ધરાશાયી થયા હતાં જેનાથી 500થી વધારે ગામડાઓમાં વીજપુરવઠો ખોરવાયો હતો. જોકે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે 45થી વધારે ટીમો બનાવી તમામ ગામડાઓમાં વીજપુરવઠો પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઇ છે. હાલમાં 300થી વધારે ગામડાઓમાં વીજપુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. જોકે હજુ પણ 200થી વધારે ગામડાઓમાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે ભારે વાવાઝોડાથી વીજ તંત્રને અસર થવાની સંપૂર્ણ સંભાવના હોવાના પગલે તંત્રએ પહેલેથી જ એલર્ટ રહી તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધારે અસર હિંમતનગર ઇડર વડાલી તેમજ ખેડબ્રહ્મામાં થઈ છે. જોકે હાલમાં ખાનગી કોન્ટ્રાકટર સહિત વીજતંત્રના કર્મચારીઓએ વીજ પુરવઠો પૂર્વવત કરવા તમામ તાકાત કામે લગાડી છે.

આ પણ વાંચોઃ સાબરકાંઠામાં વાવાઝોડા બાદ ખેડૂતોને થયું લાખોનું નુકસાન

જિલ્લાના ચાર તાલુકાને સૌથી વધુ અસર

ગત રાત્રિએ ફૂંકાયેલા વાવાઝોડાની સૌથી વધુ અસર પ્રાંતિજ, ઇડર, હિંમતનગર તેમજ ખેડબ્રહ્મામાં થઇ છે. સાબરકાંઠા જિલ્લામાં ખેતી સહિત વીજ તંત્ર માટે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધારે વીજપોલ ધરાશાયી થવાના પગલે 500થી વધારે ગામડાંઓમાં ગતરાત્રિથી જ વીજ પુરવઠો બંધ હતો. જોકે અત્યાર સુધીમાં 300થી વધારે ગામડાઓમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. તેમજ 200 ગામડાઓમાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ રહી છે. જોકે તંત્ર દ્વારા પહેલીથી જ એલર્ટ અપાયું હોવા છતાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં કેટલો સમય લાગે છે તે પણ મહત્વનું બની રહેશે.

આ પણ વાંચોઃ પાટણ જિલ્લામાં વાવાઝોડાની નહિવત અસર

ABOUT THE AUTHOR

...view details