સાબરકાંઠા: સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ તેમજ અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વાતાવરણમાં અચાનક પલટો(Atmosphere Change In North Gujarat) આવ્યો છે, જો કે હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી મુજબ વાતાવરણમાં અચાનક પલટો (sudden atmosphere change ) આવતા વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાકળ ધુમ્મસ તેમજ ઠંડીનો અનુભવ વધ્યો છે.
બટાકા, ઘઉં સહિતના પાકોને નુકસાન થવાની સંભાવના
આગામી સમયમાં (Atmosphere Of North Gujarat) વરસાદ થાય તો બટાકા, ઘઉં સહિતના પાકોને નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે. અત્યાર સુધીમાં બનાસકાંઠાના લાખણીમાં વરસાદની શરૂઆત થવા પામી હતી, પરંતુ ભારે વરસાદ ન થતા હાલમાં બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ખેડૂતો માટે ચિંતાના વાદળો સર્જાયા છે, ત્યારે આગામી સમયમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ થશે તો જગતના તાતને રાતા પાણીએ રડવાનો વારો આવશે એ નક્કી વાત છે.
ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા
બનાસકાંઠાના લાખણીમાં અચાનક વાતાવરણમાં આવેલા પલટાને પગલે સામાન્ય વરસાદ શરૂ થયો છે, જેના પગલે સ્થાનિક વિસ્તારમાં રહેતા ખેડૂતોના માથે ફરી એકવાર ચિંતાના વાદળો ઘેરાયા છે, જોકે ભારે વરસાદ થાય તો લાખણી પંથકમાં ગવાતા ઘઉં, બટાકા સહિતના પાકને નુકસાન થવાની સંપૂર્ણ સંભાવનાઓ રહેલી છે. હાલના તબક્કે વરસાદ ન થાય તે સમગ્ર લાખણી પંથક સહિત ઉત્તર ગુજરાત માટે મહત્વની બાબત પુરવાર થઈ શકે તેમ છે.