- સાબરકાંઠાના હિંમતનગરમાં શંકરસિંહ વાઘેલાનું નિવેદન
- બીજો જલિયાવાલા હત્યાકાંડની સંભાવના
- રાજસ્થાનમાંથી 100 સ્વયંસેવકોને આંદોલનમાં મોકલાયા
- સરકાર સામે આકરા પ્રહાર
સાબરકાંઠા : કેન્દ્ર સરકાર સામે છેલ્લા 44 દિવસથી કિસાનોનું આંદોલન ચાલી રહ્યું છે. જેના પગલે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન તેમજ લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ પોતાના સૌથી વધારે કાર્યકર્તાઓને રાજસ્થાની રતનપુર બોર્ડરથી દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં રવાના કર્યા બાદ હિંમતનગર ખાતે નિવેદન આપ્યું હતું કે, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર કિસાનોનો અવાજ દબાવી રહી છે. કિસાનોને જે બિલની જરૂરિયાત નથી તેવા ત્રણ કૃષિ કાયદા પસાર કરી દેવાયો હોવાના પગલે આગામી સમયમાં કિસાનો રોષ ભભૂકી ઉઠે તો વધુ એક જલિયાવાલા બાગ સર્જાય તેવી કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર આ મામલે પોતાની નૈતિક જવાબદારી સમજી તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દે. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણેય કૃષિ કાયદાઓને રદ કરવાની સાથે-સાથે એમએસપીના મુદ્દે નવીન કાયદો બનાવી કિસાનોના સમર્થનમાં આવવાની વાત કરી હતી. સાથોસાથ આગામી સમયમાં દિલ્હી સુધી આંદોલનમાં જવાની પણ તૈયારી બતાવી હતી. જોકે, રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કિસાનોના અવાજ દબાવવાનું છોડી પોતાની જીદને બાજુ પર મૂકી તાત્કાલિક ધોરણે કાયદાઓ રદ કરવાની સાથોસાથ કિસાનોની માંગી લેવાની હિમાયત કરી છે. જોકે, આગામી સમયમાં આ મામલે કેટલા અને કેવા પરિણામો સર્જાય છે એ તો સમય બતાવશે. પરંતુ શંકરસિંહ વાઘેલાના આ નિવેદનને પગલે રાજકારણમાં ગરમાવો આવ્યો છે તે નક્કી છે.
દિલ્હીમાં કિસાન આંદોલન યથાવત
દિલ્હીમાં છેલ્લા 44 દિવસથી ચાલી રહેલા કિસાન આંદોલનના સમર્થનમાં શંકરસિંહ વાઘેલાએ રાજસ્થાની રતનપુર ચેકપોસ્ટ ખાતેથી સૌથી વધારે સમર્થકોને રવાના કર્યા બાદ હિંમતનગર ખાતે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કિસાનોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. જે આગામી સમયમાં ચલાવી લેવાશે નહીં તેમજ કિસાનોની નારાજગી હોવા છતાં કૃષિ કાયદાઓ થોપવા તે લોકશાહીનું હનન છે અને તે ચલાવી લેવાશે નહીં.
સરકારને રાજીનામું આપવાની કરી માંગ