સાબરકાંઠા: જિલ્લા કલેકટરના જાહેરનામા બાદ મુલાકાતીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. રોજના સરેરાશ 25 હજારથી વધારે મુલાકાતીઓ આ વિસ્તારની મુલાકાતે આવે છે. જેથી કોરોના સંક્રમણનો ભય પણ વધ્યો છે. જો કે વહીવટી તંત્ર દ્વારા આ મામલે કોઈ નક્કર પગલા ન લેવાતા સ્થાનિક ધારાસભ્ય દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જેના પગલે વહીવટી તંત્ર સહિત સ્થાનિક લોકો મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.
સાબરકાંઠાના પોલો ફોરેસ્ટમાં રસ્તા રોકો આંદોલન, કોરોના સંક્રમણ રોકવા લેવાયું પગલું - સાબરકાંઠા ન્યુઝ
રાજ્યમાં વધતા કોરોના સંક્રમણે અટકાવવા અનેક પ્રયત્નો ચાલી રહ્યા છે, ત્યારે સાબરકાંઠાના વિજયનગરના પોલો ફોરેસ્ટમાં સ્થાનિક ધારાસભ્યની અધ્યક્ષતામાં રસ્તા રોકો આંદોલન કરી કોરોનાને અટકવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. દિન-પ્રતિદિન વધતા જતા મુલાકાતીઓ સામે કોરોના સંક્રમણને વધતો રોકવા રસ્તા રોકો આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.
sabarkntha
ધારાસભ્ય દ્વારા કરાયેલા રસ્તા રોકો આંદોલનને પગલે સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરનો ઉપયોગ કરી સાવચેતીના પગલા લેવામાં આવશે. જોકે આગામી સમયમાં આ વિસ્તારમાં વનવાસીઓ સાથે અન્યાય થાય તો જલદ આંદોલનની પણ સ્થાનિક ધારાસભ્ય દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.