સાબરકાંઠાઃજિલ્લામાં પ્રાંતિજના નનાનપુર ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં જમીનમાંથી રાખ બહાર આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. જોકે, વહીવટી તંત્રએ તાત્કાલિક ધોરણે પાણીનું ટેન્કર ખાલી કરાવ્યા બાદ પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. જોકે, હજી સુધી વરાળ સાથે ફરી રાખ બહાર આવતા તંત્ર સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચ્યો હતો. તેમ જ આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડના ઑફિસર સહિત સ્થાનિક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા. ત્યારે હવે તંત્રએ તપાસની તજવીજ શરૂ કરી છે.
આ પણ વાંચોઃNavsari video viral: નવસારીના યુવાનનો 11સેકંડમાં નારિયળના છોલતો વિડિયો વાયરલ
ગરીબ પરિવાર પર વજ્રઘાતઃ મળતી માહિતી અનુસાર, નનાનપુર ગામમાં ગતરોજ સ્થાનિક મહિલા સુકાયેલાં લાકડા લેવા જતાં હતાં. તે વખતે તેઓ ગંભીર રીતે દાઝી ગયાં હતા, જેના પગલે નનાનપુર ગામમાં ભારે ખળભળાટ મચ્યો હતો. તેમ જ 108 મારફતે મહિલાને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં ડોક્ટરે તેમને પગની ચામડી બદલવાની સલાહ પણ આપી હતી. સાથો સાથ વહીવટી તંત્રને જાણ કરાતા તંત્ર તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચ્યું હતું. જોકે, અચાનક સર્જાયેલી આ ઘટનાના કારણે ગરીબ પરિવાર પર વજ્રઘાત સર્જાયો હતો. તેમ જ પરિવારે પણ આ મામલે પોતાની સ્થિતિ જણાવી સારવારના ખર્ચ સહિત આવી ઘટના ફરી ન બને તેવી માગ કરી છે.