ખેડબ્રહ્માઃ ગુજરાતમાંથી મહિલા ઉમેદવાર તરીકે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય તેમ જ વનવાસી સમુદાયના અગ્રણી ગણાતાં રમીલાબેન બારાની પસંદગી થઈ હતી. તેમ જ રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટણીમાં તેમનો વિજય થયા બાદ સમગ્ર જિલ્લાની મુલાકાતે આવેલા રમીલાબેન બારા જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લાની લોકસભા સાંસદ તેમ જ રાજ્યસભા સાંસદ એમ બે સાંસદોનું પ્રતિનિધિત્વ મળ્યું છે. જેના પગલે જિલ્લાના વણઉકેલાયેલા પ્રશ્નોને વાચા મળશે.સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં વિવિધ પ્રશ્ને રજૂઆત કેન્દ્રમાં યોગ્ય ઉકેલ લાવવાનો પ્રયાસ કરાશે. સાથોસાથ વનવાસી સમુદાયના લોકોને રાષ્ટ્રીય કક્ષાએ ઓળખ અપાવવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો.
સાબરકાંઠાના રાજ્યસભા સાંસદ રમીલાબહેન બારાએ આપ્યું નિવેદન, જિલ્લા સહિત ગુજરાતનો કરાશે વિકાસ - સાબરકાંઠા
ગુજરાતના રાજ્યસભાના સાંસદ તરીકે આ વખતે ચૂંટાયેલા રમીલાબેન બારા સાબરકાંઠાના ખેડબ્રહ્માના વતની છે. તેમ જ ચૂંટણી બાદ સાબરકાંઠાની મુલાકાતે આવ્યાં હતાં. જ્યાં તેમણે આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના વિકાસની વાત કરી હતી. સાથે વનવાસી વિસ્તારના વ્યક્તિને રાષ્ટ્રીય લેવલ સુધી પહોંચાડવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો.
![સાબરકાંઠાના રાજ્યસભા સાંસદ રમીલાબહેન બારાએ આપ્યું નિવેદન, જિલ્લા સહિત ગુજરાતનો કરાશે વિકાસ સાબરકાંઠાના રાજ્યસભા સાંસદ રમીલાબહેન બારાએ આપ્યું નિવેદન,જિલ્લા સહિત ગુજરાતનો કરાશે વિકાસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8516503-thumbnail-3x2-ramilabara-mulakat-7202737.jpg)
સાબરકાંઠાના રાજ્યસભા સાંસદ રમીલાબહેન બારાએ આપ્યું નિવેદન,જિલ્લા સહિત ગુજરાતનો કરાશે વિકાસ
ETVBharat સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમય સંજોગમાં વિવિધ વિરોધાભાસ વચ્ચે કેન્દ્ર સરકારે કરેલા પ્રયાસો અને પ્રયત્નોને પગલે કોરોના જેવી મહામારી સામે પણ દેશ મક્કમતાથી ઊભો છે. તેમ જ આગામી સમયમાં વિકાસની કેડી ઉપર આગળ વધી વિશ્વકક્ષાએ ભારતનું નામ રોશન થશે તે નક્કી બાબત છે. આ તબક્કે સાબરકાંઠા જિલ્લાના લોકસભા સાંસદ તેમ જ સ્થાનીય લોકોએ રમીલાબહેન બારાને આવકારી પુષ્પગુચ્છથી તેમનું સ્વાગત કર્યું હતું અને જિલ્લામાં વિવિધ બાબતે થયેલા પ્રયાસોની વિગતો પણ આપી હતી.
સાબરકાંઠાના રાજ્યસભા સાંસદ રમીલાબહેન બારાએ આપ્યું નિવેદન જિલ્લા સહિત ગુજરાતનો કરાશે વિકાસ