ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાં 25 હજારથી વધારે વિદ્યાર્થીઓ માટે ધોરણ 6થી 8ની શાળાઓ શરૂ - corona pandemic

કોરોના મહામારી બાદ સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ધોરણ 6થી 8નું શૈક્ષણિક કાર્ય શરૂ થતા વિદ્યાર્થીઓ સહિત તંત્રમાં ખુશીનો માહોલ છવાયો છે. જોકે કોરોનાના ભયને કારણે આગામી સમયમાં ભયની સ્થિતિ પણ એટલી જ વ્યાપક રહી છે.

સાબરકાંઠા
સાબરકાંઠા

By

Published : Feb 18, 2021, 6:17 PM IST

  • સાબરકાંઠામાં ધોરણ ૬ થી ૮ના વર્ગો શરૂ
  • ૨૫ હજારથી વધારે વિદ્યાર્થીઓ સ્કૂલમાં જશે
  • કોરોના ગાઇડલાઇન પ્રમાણે શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ખુશી
    ધોરણ 6થી 8ની સ્કૂલ શરૂ

સાબરકાંઠા: ગુરુવારથી ધોરણ 6થી 8નું શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. જેના પગલે સાબરકાંઠા જિલ્લાના ૨૫ હજારથી વધારે વિદ્યાર્થીઓ સ્કૂલમાં જઈ રહ્યા છે. જો કે, કોરોના મહામારીને પગલે વહિવટી તંત્ર પણ સાબદુ થયું છે. તેમજ કોરોના મહામારી અંગે જાહેર કરાયેલી ગાઈડલાઈન અંતર્ગત તમામ બાબતોની સાવચેતી સાથે શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું છે.

પ્રવેશ પહેલા અનુસરવામાં આવે છે કોરોના ગાઈડલાઈન

સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ધોરણ 6થી 12 તેમજ કોલેજના વિદ્યાર્થીઓ માટે હવે સ્કૂલોમાં અભ્યાસ શરૂ થયો છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પણ અભ્યાસ કાર્ય શરૂ કરાયું છે. ત્યારે આજે સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં હિંમતનગરની હિમ્મત હાઇસ્કુલમાં ધોરણ 6થી 8માં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને વધાવવામાં આવ્યા હતા. તેમજ માસ્ક સહિત સેનેટાઈઝર અને ટેમ્પરેચર ગનના ઉપયોગ થકી વિદ્યાર્થીઓ સહિત શૈક્ષણિક સ્ટાફને પણ જાગૃત કરાયા છે. સામાન્ય રીતે કોરોના મહામારી હજુ પણ યથાવત છે. જો કે, શિક્ષણકાર્ય જરૂરી હોવાથી પગલે વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ શૈક્ષણિક સ્ટાફને પણ સ્કૂલ શરૂ થતા હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં 25 હજારથી વધારે વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ થતાં ખુશીનો માહોલ સર્જાયો છે. છેલ્લા એક વર્ષથી શાળાઓ બંધ હોવાના પગલે વિદ્યાર્થીઓ માટે કોઈ પણ મિત્ર કે શાળા તેમજ બજાર વિસ્તાર બંધ થયો હતો. ત્યારે શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓ તેમના મિત્રો મળવાની સાથોસાથ શૈક્ષણિક કાર્ય શરૂ થયાને પગલે આનંદિત થઇ ઊઠ્યા છે. જો કે, આ મામલે વિદ્યાર્થીઓના સાથોસાથ વાલીઓમાં પણ શાળાઓ શરૂ થયાના પગલે ખુશી વ્યાપી છે.

કોરોના ગાઈડલાઈનની તકેદારી સાથે શાળાઓ શરૂ
સંપૂર્ણ તકેદારી સાથે ખુલી રહી છે શાળાઓ

કોરોના મહામારી હોવાના પગલે વિદ્યાર્થીઓ માટે સૌથી વધારે સચેત રહેવું અનિવાર્ય છે અને તેથી જ વહીવટીતંત્ર પણ સંપૂર્ણ કાળજી સાથે એક્શન મોડમાં છે. સાબરકાંઠા જિલ્લામાં 25 હજારથી વધારે વિદ્યાર્થીઓ માટે ધોરણ 6થી 8ની શાળાઓ શરૂ થઇ રહી છે ત્યારે કોરોના ગાઇડ લાઇનનો ચુસ્તપણે અમલ થાય તેમજ વિદ્યાર્થીઓની સાથોસાથ શિક્ષકગણમાં પણ આ મામલે પૂર્ણ ગંભીરતા દાખવવામાં આવે તેવી જિલ્લા કક્ષાએથી લેખિતમાં સૂચના આપવામાં આવી છે. કોઈ પણ વિદ્યાર્થી શિક્ષકને કોરોનાનું લક્ષણ દેખાય તો તાત્કાલિક ધોરણે તેની વિશેષ સારવાર માટેના પ્રયાસ હાથ ધરાઇ તેવું આયોજન કરાયું છે. એક તરફ કોરોના મહામારીને રોકવા માટે વેક્સિનના બીજા ડોઝની સાથે તકેદારી પણ ખૂબ મહત્વનો ભાગ ભજવશે. જે અંતર્ગત જિલ્લા કક્ષાએથી વિદ્યાર્થીઓની સાથોસાથ શિક્ષકોને તેમજ સંચાલકોને તકેદારી રાખવા સૂચના અપાઇ છે.

કોરોના ગાઈડલાઈનની તકેદારી સાથે શાળાઓ શરૂ

ABOUT THE AUTHOR

...view details