સાબરકાંઠાઃ વૈશ્વિક મહામારી સાબિત થઈ ચુકેલા કોરોના વાઈરસને પગલે કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે સોમવારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી પ્રભાવિત થયેલા એસ.આર.પી.જવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેનું આજે મોત થતાં સમગ્ર સિવિલ પરિસરમાં શોક ફેલાયો છે.
સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવને પગલે ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. જેમાં આજે વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક વધીને ચાર થયો છે. તેમજ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 39 થયો છે. જિલ્લામાં હાલમાં કોરોનાના 12થી વધારે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તેમજ ગુજરાત બહારથી આવેલા 150 વધારે વ્યક્તિઓને વિવિધ જગ્યાએ ક્વોરનટાઈન કરાયા છે.
સાબરકાંઠામાં કોરોનાને લીધે એસ.આર.પી જવાનનું મોત, મૃત્યુઆંક 4 થયો - સાબરકાંઠા ન્યૂઝ
કોરોનાનો કહેર દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. ત્યારે મંંગળવારે સાબરકાંઠામાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ગતરોજ દાખલ કરાયેલા એસ.આર.પી જવાનનું કોરોના પોઝેટીવને પગલે મોત થતાં સમગ્ર વહીવટીતંત્રમાં શોકનો માહોલ છે.
SRP jawan
જોકે આજે એસ.આર.પી જવાનનું મોત થતાં હિંમતનગર નગરપાલિકા દ્વારા તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરવામાં આવ્યું હતું.