ગુજરાત

gujarat

ETV Bharat / state

ફાગણની ફોરમ કેસૂડાંનું આ મહત્ત્વ જાણો અને હરખે રંગાવ આ રંગમાં... - હોળી

વસંતોત્સવમાં કેસૂડાંનું મહત્ત્વ છે જ. તો હોળીઘૂળેટીનું પર્વ પણ આ રંગીન ફૂલની મહેંક અને રંગથી ખાસ બની જાય છે. કેસૂડાંના ફૂલ આયુર્વેદિક દ્રષ્ટિએ તેમ જ ઋતુઓની દ્રષ્ટિએ પણ માનવ જીવનમાં ખૂબ મોટું મહત્વ ધરાવે છે.

ફાગણની ફોરમ કેશૂડાંનું આ મહત્ત્વ જાણો અને હરખે રંગાવ આ રંગમાં...
ફાગણની ફોરમ કેશૂડાંનું આ મહત્ત્વ જાણો અને હરખે રંગાવ આ રંગમાં...

By

Published : Mar 9, 2020, 6:31 PM IST

સાબરકાંઠાઃ આજકાલ કૃત્રિમ રંગો છૂટથી મળી રહ્યાં છે. પરંતુ કુદરતી પુષ્પોના રંગ અને તેના ઉપયોગી ગુણધર્મો માનવ જીવન માટે ખૂબ જ મહત્ત્વના છે. રંગોના તહેવાર ઘૂળેટીનું પર્વ છે ત્યારે કુદરત થકી માનવજીવનની સૌથી અનમોલ ભેટ એવા કેસૂડાંની વાત કેમ ભૂલાય...આયુર્વેદની દ્રષ્ટિએ કેસૂડાંના ફૂલનો રસ શરીર પર જાય તો કોઈપણ પ્રકારનો ચામડીના રોગ થતાં નથી. ભગવાન કૃષ્ણને પણ કેસૂડાંનો રંગ અને કેસૂડાં થકી રમાતી ધૂળેટી માટે અણમોલ ભાવ રહ્યો હતો.

ફાગણની ફોરમ કેસૂડાંનું આ મહત્ત્વ જાણો અને હરખે રંગાવ આ રંગમાં

કેસૂડાંના ફુલ અને રંગ થકી માનવજીવનને આયુર્વેદની દ્રષ્ટિએ પણ વ્યાપક મહત્વ અપાયું છે. માનવ શરીર ઉપર ઋતુઓની ચોક્કસ અસર થતી હોય છે. એકતરફ શિશિર ઋતુના જવાની તૈયારી તો બીજી તરફ ગ્રીષ્મ ઋતુ આવવાની તૈયારી હોય છે. ત્યારે કેસૂડાંના ફૂલથી માનવ શરીર સમતોલન પ્રાપ્ત કરે છે. સાથોસાથ પ્રાકૃતિક રંગ અને પ્રકૃતિ સાથે માનવ જીવનનો અતૂટ સંબંધ બનાવી રાખવા માટે કેસૂડાં સેતુરૂપ બની રહે છે. કેસૂડાંને વનવાસી વિસ્તારમાં સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. યજ્ઞમાં કેસૂડાંના લાકડાથી લઇ હોળીમાં કેસૂડાંના ફૂલને જ પ્રાધાન્ય આપી ફાગણ ઉત્સવ મનાવવામાં આવે છે.

માનવ જીવન દરમિયાન વિવિધ વિરોધાભાસ વચ્ચે એકતાનું સ્વરૂપ બની રહેતાં હોળીના તહેવારની ઉજવણીમાં કેસૂડાંનું વિશેષ પ્રાધાન્ય જાણી તેના રંગમાં રંગાઈ જવાની આપ સૌને શુભેચ્છાઓ...

ABOUT THE AUTHOR

...view details