ગુજરાત

gujarat

ETV Bharat / state

વિશ્વ ગુરૂ ભારતઃ માત્ર સુરજની આડા વાદળ આવ્યા, દેશને કોઈ પવનપુત્રની જરૂર જે વાદળ હટાવેઃ મોરારીબાપુ

સાબરકાંઠાઃ રાષ્ટ્રીય સંત મોરારીબાપુ હાલમાં સાબરકાંઠાના બામણા ગામે ઉમાશંકર જોશીની યાદમાં ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. આ પ્રસંગે પધારેલા મોરારીબાપુએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રને એક રાખવા માટે તેમજ વસુદેવ કુટુંબકમની ભાવના સાથે જોડાયેલા દેશ માટે એક્તા અને પ્રેમ થી મોટો કોઈ સંદેશ નથી.

Morari Bapu In Sabarkantha
રાષ્ટ્રીય સંત મોરારીબાપુની ETV Bharat સાથેની ખાસ વાતચીત

By

Published : Jan 12, 2020, 3:14 AM IST

Updated : Jan 12, 2020, 12:20 PM IST

સાબરકાંઠાના હિંમતનગરના બામણા ગામે 4 જાન્યુઆરીથી રાષ્ટ્રીય કવિનું બિરુદ મેળવી ચૂકેલા ઉમાશંકર જોશીની યાદમાં રાષ્ટ્રીય સંત ગણાતા મોરારીબાપુ દ્વારા ભાગવત સપ્તાહ થઈ રહી છે જેમાં શનિવારે તેમણે જણાવ્યું હતું ભારત દેશ વિશ્વ ગુરુ છે જ અને વિશ્વ ગુરુ હોવાની સાથે દેશમાં એકતા નો માહોલ બનાવવો જરૂરી છે. વિશ્વ ગુરૂ ભારતમાં સુરજની આડા વાદળ આવ્યા છે. દેશને કોઈ પવનપુત્રની જરૂર જે વાદળ હટાવે જેથી સુર્ય ફરી દેખાય. દેશને એક રાખવા માટે અને તેના સમર્થન માટે સૌ કોઈએ આગળ આવવું જરૂરી છે વિશ્વના તમામ દેશો પોતાના દેશ માટે એકરૂપતાના સંદેશ સાથે જોડાયેલા છે તેમજ ભારત એ વસુદેવ કુટુંબકંપની ભાવનાથી પ્રેરાઈને તેના સિદ્ધાંતો અનુસાર આજે પણ વિશ્વ ગુરુ છે જ.

રાષ્ટ્રીય સંત મોરારીબાપુની ETV Bharat સાથેની ખાસ વાતચીત

મોરારીબાપુએ શનિવારે હમણાં ખાતે યોજાયેલ કથામાં પણ દેશ અને ભાઈચારા અંતર્ગત પોતાની લાગણી જણાવી હતી જોકે આસપાસના ગામો અને સ્થાનિક અગ્રણીઓની મુલાકાતમાં પણ મોરારીબાપુએ ભારત દેશ અને દેશવાસીઓની મેં એકતા અખંડિતતા અને ભાઈચારાની લાગણી અને મજબૂત બનાવવાની વાત કરી હતી. જોકે મોરારીબાપુ દ્વારા ઉમાશંકર જોશી ને વિશ્વ માનવ સાથે સરખાવ્યા હતા સાથોસાથ સાબરકાંઠાનાની ભૂમિને પવિત્ર ભૂમિ તેમજ સ્થાનિક માણસોને પુણ્યશાળી માણસો ગણાવ્યા હતા.

Last Updated : Jan 12, 2020, 12:20 PM IST

ABOUT THE AUTHOR

...view details