ગુજરાત

gujarat

ETV Bharat / state

Sabarkantha News : ડ્રોન થકી અરવલ્લીની ગિરિમાળા હરિયાળી કરવા માટે વિશેષ પ્રયાસ - Seedball

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિસ્તારોને હરિયાળા કરવા માટે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે સાબરકાંઠાના વિજયનગર રેન્જમાં ડ્રોન થકી વૃક્ષોના બીજ તેમજ સીડબોલ નાખી અરવલ્લીની ગિરિમાળાને હરિયાળા કરવા માટે વિશેષ પ્રયાસ હાથ ધર્યો છે. જુઓ ETV BHARAT નો વિશેષ અહેવાલ

Sabarkantha News
Sabarkantha News

By

Published : Jul 15, 2023, 5:12 PM IST

Updated : Jul 15, 2023, 5:20 PM IST

ડ્રોન થકી અરવલ્લીની ગિરિમાળા હરિયાળા કરવા માટે વિશેષ પ્રયાસ

સાબરકાંઠા :સમગ્ર વિશ્વમાં દિન પ્રતિદિન જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે. ત્યારે સાબરકાંઠાના છેવાડાના વિજયનગર જંગલને જિલ્લા વન વિભાગ દ્વારા હરીયાળું કરવાના પ્રયાસ શરુ કરવામાં આવ્યા છે. જંગલનું પ્રમાણ વધારવા માટે સીડબોલ અને જંગલી રોપાના બીજનો ઉપયોગ કરવામાં આવે છે. જે અંતર્ગત ડ્રોનથી પહાડો ઉપર સીડબોલ અને રોપાના બીજ નાખવામાં આવે છે. જેના થકી ચોમાસામાં સીડબોલમાં મુકાયેલા વૃક્ષના બીજ અંકુરણ પામે છે. ડુંગરની ટોચ ઉપર વૃક્ષો ઊગી નીકળશે જેનાથી હવે પહાડો પણ લીલાછમ બને તો નવાઈ નહીં.

ડ્રોનથી પહાડો ઉપર સીડબોલ અને રોપાના બીજ નાખવામાં આવે છે

અનોખી પહેલ : સામાન્ય રીતે ચોમાસુ આવે ત્યારે વિવિધ જગ્યાએ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાતા હોય છે. સમતલ જમીન પર સરળતાથી વૃક્ષારોપણ કરી સૌ કોઈ ઉલ્લાસિત બનતા હોય છે. જોકે, ઊંચા પહાડો તેમજ ડુંગરોમાં વૃક્ષારોપણ કરવાની તાતી જરૂરિયાત હોવા છતાં વૃક્ષારોપણ કરી શકાયું નથી. ત્યારે સાબરકાંઠાના વિજયનગર રેન્જમાં આ વર્ષે પહેલીવાર તમામ ડુંગરો સહિત અરવલ્લીની ગિરિમાળાને હરિયાળી કરવામાં આવશે. આ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ડ્રોન થકી 10 હેક્ટર જેટલી જમીનમાં 4,000 થી વધારે સિડબોલ નાખવામાં આવ્યા છે. આમ ડુંગરને હરિયાળા કરવા માટે વિશેષ પ્રયાસ હાથ ધરાયો છે.

વિજયનગર તાલુકાના જંગલમાં સૌપ્રથમવાર સીડબોલનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ડ્રોન દ્વારા સીડબોલનું વાવેતરમાં આવ્યું છે. અંદાજિત 4000 સીડબોલ બનાવી 10 હેક્ટર જેટલા વિસ્તારને કવર કરવામાં આવે છે. તેમજ ખુલ્લા થયેલા વિસ્તારની અંદર છુટક 100 kg જેટલું બિયારણનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. -- દશરથ મકવાણા (RFO,વિજયનગર)

સીડબોલ :વિજયનગરના ફોરેસ્ટ અધિકારીના જણાવ્યા અનુસાર પીપલોટીના જંગલો બોડા થયેલા છે. તેવા બોડા થયેલા પથ્થરવાળા વિસ્તારની અંદર માટી સાથેના સીડબોલ નાખવાથી ભવિષ્યમાં ત્યાં વૃક્ષો ઊગી નીકળશે. સીડબોલના વાવેતરમાં ખેર, ખાખરા, આંબળા, વાસ, સીતાફળ, કણજી જેવા લુઝ અને બિયારણ નાખવામાં આવ્યા છે.આ વિસ્તારમાં આવેલી ડુંગરોની હારમાળા તેમજ પહાડો ઉપર પથ્થરોનું પ્રમાણ ઓછું છે. ત્યારે સીડબોલ અને વૃક્ષોના બીજને ત્યાં નાખી શકાય તેમ છે. ત્યારે ગુજરાત સરકાર સાથે મળી વહીવટી તંત્ર દ્વારા ડ્રોનના ઉપયોગ થકી પહાડોને હરિયાળા બનાવવા માટે વિશેષ પ્રયાસ હાથ ધરાયો છે.

ડ્રોનનો ઉપયોગ : જોકે, સૌથી મોટી વાત એ છે કે સરળતાથી મોટા થતા વૃક્ષોના બીજને ડુંગરની તળેટીમાં પહોંચાડ્યા છે. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ ડ્રોન થકી છૂટાછવાયા બીજ નાખવામાં આવ્યા છે. જેમાં 100 કિલોથી વધારે બીજથી આગામી સમયમાં આ ડુંગરો ઉપર વૃક્ષોનું પ્રમાણ વધશે તે નક્કી છે. જોકે બોર, ખેર, વાંસ જેવા વૃક્ષોના છૂટાછવાયા બીજને ડ્રોન થકી ડુંગરની હારમાળામાં નાખવામાં આવ્યા છે. જેનાથી આ વિસ્તારની હરિયાળીમાં વધારો થશે તે નક્કી છે.

ખર્ચ ઘટશે :વન વિભાગ દ્વારા હાલમાં વાવેતરની કામગીરી ચાલુ છે. પરંતુ થેલી સાથેના રોપા, વાવણીની વસ્તુ, ટ્રેક્ટર એ બધા ખર્ચ વધી જાય છે. જેથી સાબરકાંઠા વન વિભાગ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. 100 એક કિલો જેવા ગરમાળા, કણજી જેવાં અલગ અલગ જાતિના સીડબોલ બનાવ્યા છે. અંદાજે 10 હેક્ટર જેટલા છૂટાછવાયા વિસ્તારોમાં ડુંગરોને આવરી લેવામાં આવ્યા છે.

નવતર પ્રયોગ :નવતર પ્રયોગને સફળતા મળે એવી આશા સાથે આ પ્રયત્ન કરવામાં આવે છે. આ પ્રયોગ સફળ થશે તો ભવિષ્યમાં આ રીતે ફરીથી વાવેતર કરવામાં આવશે. જોકે, એક તરફ માનવ મજૂરી સહિત વૃક્ષારોપણ કરવામાં લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. તેમ છતાં ડુંગરોને હરિયાળા બનાવી શક્યા નથી. ત્યારે આ વખતે ડ્રોન થકી કરાયેલો પ્રયાસ આગામી સમયમાં કેટલો સફળ બની રહેશે તે જોવું રહ્યું.

  1. Sabarkantha News: પ્રથમ વરસાદમાં જ ધરોઈડેમ છલોછલ, ખેડૂતોનું 'મન મોર બની થનાગટ કરે'
  2. Sabarkantha News: સાબરકાંઠા બન્યું મીની કાશ્મીર, લુપ્ત થયેલા ઝરણાને મળ્યું નવજીવન
Last Updated : Jul 15, 2023, 5:20 PM IST

ABOUT THE AUTHOR

...view details