ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના હિંમતનગરમાં ભાજપના વર્કશોપમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા - સોશિયલ ડિસ્ટન્સ

સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે ભાજપનું વર્કશોપ યોજાયો હતો. જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. જેમાં જિલ્લા પ્રભારીથી લઈ જિલ્લા પ્રમુખ સુધીના આગેવાનો હાજર રહ્યા હતા.

ભાજપનું વર્કશોપ
ભાજપનું વર્કશોપ

By

Published : Jun 17, 2021, 9:18 AM IST

  • હિંમતનગર ખાતે નવા સર્કિટ હાઉસ ખાતે ભાજપનું વર્કશોપ યોજાયો
  • જિલ્લા પ્રભારી સહિત જિલ્લા પ્રમુખ અને તાલુકાના કન્વીનરો હાજર રહ્યા
  • વર્કશોપમાં ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો

સાબરકાંઠા :જિલ્લાના હિંમતનગર શહેરમાં આજે નવા સર્કિટ હાઉસ ખાતે ભાજપનું વર્કશોપ યોજાયો હતો. તેમાં ભાજપના જિલ્લા પ્રભારી સહિત જિલ્લા પ્રમુખ અને તાલુકાના કન્વીનરો ખાસ હાજર રહ્યા હતા. જેમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

આ પણ વાંચો : કોરોનાની વચ્ચે ખાવા પીવાની લારી પર સુરતીઓની મોટી ભીડ જોવા મળી

તાલુકા કન્વીનરો અને સહ કન્વીનરોએ કોરોના ગાઇડલાઇનનો ભંગ કર્યો

કોરોના મહામારી દિન-પ્રતિદિન ઘટી રહી છે. જોકે, આગામી સમયમાં હજુ ત્રીજી લહેરનું જોખમ ઊભું છે. ત્યારે આજે સાબરકાંઠાના હિંમતનગર સર્કિટ-હાઉસ ખાતે યોજાયેલી ભાજપની શિબિરમાં જિલ્લા પ્રભારી સહિત સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ તાલુકા કન્વીનરો અને સહ કન્વીનરોએ કોરોના ગાઇડલાઇનનો ભંગ કર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

આ પણ વાંચો : સુપર સ્પ્રેડર ન બનવાની સલાહ આપનારા ઈસુદાને સુરતમાં એકઠી કરી ભીડ, પ્રદેશ પ્રમુખ ઈટાલિયા માસ્ક ભુલ્યા !

જિલ્લા ભાજપ પ્રભારી સહિતના આગેવાનોએ કોરોના ગાઈડલાઈનનો ભંગ કર્યો

એક તરફ તંત્ર દ્વારા હજુ પણ માસ્ક વિના કોઈ પકડાય તો રૂપિયા 1,000નો દંડ કરાય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રભારી સહિતના આગેવાનોએ કોરોના ગાઈડલાઈનનો ભંગ કર્યો છે. ત્યારે તંત્ર દ્વારા આવા નેતાઓ સામે કેટલાક પગલા લેવાશે.

ABOUT THE AUTHOR

...view details