ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાં વધુ 7 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, જિલ્લામાં 315 લોકો કોરોનાથી સંક્રમિત - સાબરકાંઠામાં કોરોના પોઝિટિવ કેસ

કોરોના મહામારીને પગલે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે ત્યારે કેટલીક જગ્યાએ દર્દીઓ કોરોનાની સારવાર લઇ સ્વસ્થ પણ થઇ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં પણ કોરોનાના વધુ 7 દર્દીઓએ કોરોના સામેના જંગમાં વિજય મેળવ્યો છે. જો કે જિલ્લામાં હજુ 315 લોકો કોરોનાથી સંક્રમિત છે.

સાબરકાંઠા
સાબરકાંઠા

By

Published : Jul 20, 2020, 10:23 PM IST

સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના 7 દર્દીઓએ સોમવારે કોરોનાને માત આપી હતી. જેમાં પ્રાંતિજના 49 વર્ષિય મહિલા સથવારા નિતાબેન, 46 વર્ષિય નંદલાલ નરસિંગાણી, હિંમતનગરના 45 વર્ષિય જયેશભાઇ, 60 વર્ષિય પઠાણ સાહેદાબીબી, 42 વર્ષિય પટેલ પ્રવીણ તેમજ ઇડરના 72 વર્ષિય હનિફાબેન મતાદાર અને પોશીનાના 47 વર્ષિય વિરપુરા ગજેંદ્રસિંહ કોરોનાને હરાવી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા હતા.

સાબરકાંઠા જિલ્લામાં સોમવારે આવેલા રિપોર્ટ મુજબ નવા 6 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં હિંમતનગર શહેરની સફરી સ્ટ્રીટમાં રહેતા 43 વર્ષીય પુરુષ, પાનપુર પાટિયામાં રહેતા 50 વર્ષીય મહિલા , લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા 26 વર્ષીય પુરુષ, હરસિધ્ધિ સોસાયટીમાં રહેતા 61 વર્ષીય પુરુષ , શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં રહેતા 56 વર્ષીય પુરુષનો તથા તલોદ શહેરમાં રહેતા 49 વર્ષીય પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકામાં કોરોનાના સૌથી વધુ 142 કેસ છે. પ્રાંતિજમાં 67, ઇડરમાં 41, તલોદમાં 24, વડાલીમાં 15, ખેડબ્રહ્મામાં 12, વિજયનગરમાં 10 અને પોશીના તાલુકામાં 4 કેસ નોંધાયા છે.

હાલમાં પણ સાબરકાંઠા જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ 315 કેસ નોંધાયા છે જેમાંથી અત્યાર સુધીમાં જિલ્લામાં 219 દર્દી કોરોનામુક્ત થયા છે.જ્યારે 7 દર્દીઓના દુ:ખદ અવસાન થયા છે તેમજ 89 દર્દી સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details