સાબરકાંઠા: શિક્ષક તરીકે રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મેળવવો તે દરેક શિક્ષકનું સ્વપ્ન હોય છે. જો કે, એમાં સફળતા કેટલાંકને જ મળતી હોય છે. જેમાં આ વર્ષે આગામી 5 સપ્ટેમ્બર ગુજરાતમાંથી પસંદગી પામેલા ત્રણ શિક્ષકો પૈકી સાબરકાંઠાના વડાલીના વંથલી શાળાના શિક્ષકને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ આપવા પસંદગી કરાઈ છે. જેના પગલે વડાલી તાલુકાના સાબરકાંઠા જિલ્લા માટે ગૌરવરૂપ ઘટના છે.
સાબરકાંઠાના વડાલીના વંથલી ગામે છેલ્લા પાંચ વર્ષથી શિક્ષક તરીકે અભ્યાસ કરાવતા પ્રકાશભાઈને આ વર્ષે આગામી 5 સપ્ટેમ્બરના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવશે. જે માટે પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત માટે છેલ્લા 29 વર્ષથી કરેલા પ્રયાસ બદલ આ ગૌરવરૂપ એવોર્ડ મને પ્રાપ્ત થનાર છે. રાષ્ટ્રીય એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે આર્થિક સહયોગની સાથોસાથ પ્રમાણપત્ર અને શિલ્ડ આપવામાં આવે છે. જો કે, 2005થી આજ-દિન સુધી શિક્ષણ માટે રાજ્ય સરકારથી લઈ વિવિધ સંપ્રદાય અને સંસ્થાઓ દ્વારા કેટલા એવોર્ડ અપાયા છે. જેની પાસે સૌથી મોટો ભાગ વિદ્યાર્થીઓ તેમજ મારા સાથી મિત્રો અને પરિવારનો રહેલો છે.