સાબરકાંઠાઃ જિલ્લામાં કોરોના વાઈરસનુ સંક્રમણ ફેલાય નહીં તે માટે વહિવટી તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે. કોરોનાને લઈને દેશભરમાં લોકડાઉન છે. પરંતુ સરકારી કચેરીના કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે, ત્યારે આ કર્મચારીઓના આરોગ્યની દરકાર કરી હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓનું થર્મલ ટેમ્પરેચર દ્વારા સ્ક્રિનીંગ કરવામાં આવ્યું હતું. જેથી કોઇ કર્મચારી, અધિકારીને કોઈ શંકાસ્પદ લક્ષણ દેખાય તો તેમના આરોગ્યની વધુ તપાસ કરી શકાય અને કોરોનાના સંક્રમણને ફેલાતુ અટકાવી શકાય.
સાબરકાંઠામાં કોરોનાને લઈને જિલ્લા કચેરીએ સ્ક્રિનીંગ શરૂ કરાયું - latest news of corona virus
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના 3 કેસ પોઝિટિવ નોંધતા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં કોરોનાનો ત્રીજો કેસ સામે આવ્યો હોવાથી તકેદારીના ભાગરૂપે કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓને કચેરીના પ્રવેશદ્વાર પર જ ટેમ્પરેચર દ્વારા ચકાસણી કરવામાં આવી છે.

કોરોના વાઈરસને લઈને જિલ્લા કચેરીએ સ્ક્રીનીંગ શરૂ કરાયું
હાલમાં સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પંચાયત તેમજ જિલ્લા પોલીસવડાની કચેરી પર સ્ક્રિનીંગ શરૂ થતા જિલ્લાના તમામ અધિકારીઓનું સ્ક્રિનીંગ શરૂ થયું છે જેના પગલે અધિકારીઓમાં કોઈપણ વ્યક્તિને કોરોના પોઝિટિવ હોય તો તાત્કાલિક ધોરણે સારવાર આપવાની સાથે-સાથે સરળતાથી કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવવા માટેનો પ્રયાસ હાથ ધરાયો છે. આગામી સમયમાં તમામ તાલુકા મથકોએ પણ આવી શરૂઆત થાય તે જરૂરી છે.