સાબરકાંઠા: શનિવારે જિલ્લામાં નવા ૧૨ કોરોનાના કેસ સામે આવ્યા હતા. જેમાં હિંમતનગર શહેરમાં નવી મહોલત પોલો ગ્રાઉન્ડમાં 73 વર્ષીય પુરુષ, 38 વર્ષીય યુવક, 32 વર્ષીય યુવક અને 36 વર્ષીય યુવક, રોશન સ્ટ્રીટમા 43 વર્ષીય પુરુષ અને 50 વર્ષીય પુરુષ મોટી વોરવાડમાં 76 વર્ષીય મહિલા, શારદા પાર્ક સોસાયટીમાં 64 વર્ષીય પુરુષ, ઇડર તાલુકામાં સદાતપુરા ગામમાં 20 વર્ષીય પુરુષ, ગોરલ ગામમાં 51 વર્ષીય પુરુષ, વડાલી શહેરમાં મેમણ કોલોનીમાં 45 વર્ષીય પુરુષ, પ્રાંતિજના પીલુદ્રામા 23 વર્ષીય યુવકનો covid -19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.
સાબરકાંઠા જિલ્લામાં કોરોના કહેર યથાવત, વધુ 12 કેસ નોંધાયા - સાબરકાંઠામાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા
સાબરકાંઠામાં શનિવારે કોરોના પોઝિટિવના 12 કેસ નોંધાયા છે. જેથી જિલ્લામાં હવે કોરોના પોઝિટિવ નો આંક 300એ પહોંચ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં કોરોના કહેર યથાવત, વધુ 12 કેસ નોંધાયા
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકામાં કોરોનાના સૌથી વધુ 129 કેસ છે. પ્રાંતિજમાં 66, ઇડરમાં 41, તલોદમાં 22, વડાલીમાં 15, ખેડબ્રહ્મામાં 12, વિજયનગરમાં 10 અને પોશીના તાલુકામાં 4 કેસ નોંધાયા છે.
જિલ્લામાં કોરોનાનો આંક 300એ પહોચ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 209 દર્દી કોરોના મુક્ત થયા છે.જ્યારે 7 દર્દીઓના મોત નિપજ્યા છે.અને 83 દર્દી સારવાર હેઠળ છે.