સાબરકાંઠાઃ કોરોના વાઈરસનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર સહિત સાબરકાંઠા વહીવટી પ્રશાસન તંત્ર દ્વારા આજથી રવિ પાકના વેચાણ માટે તમામ APMC સેન્ટર ખાતે રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં જિલ્લાના કોઈ પણ ખેડૂતને રવિ પાકના વેચાણ માટે APMC ખાતે ફોન દ્વારા રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપીએમસી માંથી ફોન આવ્યા બાદ પોતાના ખેતરોમાં વેચવા જવાનું રહેશે.
સાબરકાંઠા જિલ્લાના માર્કેટયાર્ડ આજથી ફરી કાર્યરત થયા છે જેમાં રવિપાકના વેચાણ માટે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ તબક્કાવાર મર્યાદિત ખેડૂતોને ફોન અથવા મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. વેચાણ માટે આવનાર ખેડૂતોએ ફરજીયાત માસ્ક પહેરવા અને (સોશ્યિલ ડિસ્ટન્સીંગ) સામાજિક અંતર જાળવવા સાબરકાંઠા કલેકટર સી.જે.પટેલ દ્વારા ધરતીપુત્રોને અપીલ કરી છે. સાથોસાથ તમામ વેપારીઓની જગ્યા પહેલેથી જ ફિક્સ કરી દેવામાં આવી છે અને જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમિત કેસોની સંખ્યા ન વધે તે માટે તમામ પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે.