સાબરકાંઠાજિલ્લાના હિંમતનગરમાં Himmatnagar of Sabarkantha district સખી વન સ્ટોપ સેન્ટરમાં 05 ઓગસ્ટ 2022ના રોજ મહિલા હેલ્પલાઇન 181 Women Helpline Number દ્વારા અજાણી મહિલાને બે નાના બાળકો સાથે આશ્રય આપવામાં આવ્યો હતો. આ મહિલા સાથે કાઉન્સીલીંગ કરતા મહિલા પોતાનું અલગ અલગ સરનામું બતાવતી હોવાનું સામે આવ્યું હતું. તેઓ જે બોલે તે કાઈ સમજાતું ન હતું. તેમની બોલીને જુદા જુદા સરનામા પર શોધખોળ કરતાં ચાર દિવસ પછી જાણવા મળ્યું કે આ મહિલા સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના Poshi Taluka of Sabarkantha District ચંદ્રાલા ગામના રહેવાસી છે.
મહિલા સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ચંદ્રાલા ગામના રહેવાસી છે આ પણ વાંચોમાનસિક અસ્થિર સગીરાના ગર્ભપાત માટે હાઈકોર્ટમાં આવી અરજી, શું છે સમગ્ર મામલો
આ સરનામે તપાસ કરતા મહિલાનો પરિવાર મળી આવ્યો હતોપરિવારને આ મહિલાની જાણ કરતા આર્થિક પરિસ્થિતી નબળી હોવા છતાં સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર સાબરકાંઠામાં તેમના પરિવારમાંથી મહિલાના પતિ અને બે બાળકોને પોતાના ઘરે લઈ જવા માટે આવ્યા હતા.
સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર સાબરકાંઠામાં તેમના પરિવારમાંથી મહિલાના પતિ મહિલા અને બે બાળકોને પોતાના ઘરે લઈ જવા માટે આવ્યા હતા. આ પણ વાંચોસખી વન સ્ટોંપ સેન્ટર મહિલા માટે બન્યું આશીર્વાદ રૂપ
બે બાળકો અને મહિલાને તેના પતિને આપવામાં આવ્યા સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર ખાતે આ મહિલા અને તેમના બે બાળકોને મહિલાના પતિને સોંપવામાં આવ્યા હતા. મહિલાના પતિ જાતેજ આવીને પોતાની પત્ની અને બે બાળકોનો કબજો મેળવ્યો હતો. જે બાદ પોતાના બે બાળકો અને પત્નીને સલામત જોઇને ખુબ જ લાગણીભર્યા શબ્દોથી સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગરનો અને સરકારનો આભાર માન્યો હતો.