ગુજરાત

gujarat

ETV Bharat / state

સાંબરકાંઠા LCB એ 3 મહિનાથી ભાગતા આરોપીને કર્યો ઝબ્બે

સાંબરકાંઠાઃ મોડાસા પોલીસ સ્ટેશનમાંથી ત્રણ મહિના અગાઉ લોકઅપમાં રહેલા બંને ખુંખાર શખ્સો લોકઅપના શૌચાલયની જાળી તોડી ફરાર થયા હતા. જે 2 આરોપીમાંથી 1 આરોપીને સાબરકાંઠા LCB પોલીસે પકડી પાડ્યો હતો. આ બન્ને આરોપીઓને પકવા માટે 5 ટીમ પણ બનાવામાં આવી હતી.

sabarkatha

By

Published : Jul 1, 2019, 5:11 AM IST

પ્રાપ્ત વિગતો મુજબ, 3 મહિના અગાઉ મોડાસા ગ્રામ્ય પોલીસસ્ટેશને કાલબેલિયા - જોગી ગેંગના બે તસ્કરો રાજુ કાલબેલિયા અને મુકેશ જોગી નામના 2 આરોપીને ઝડપી પાડી રિમાન્ડ મેળવ્યા હતા. જે- તે સમયે મધ્યરાત્રીએ લોકઅપમાં રહેલા બંને ખુંખાર શખ્સો લોકઅપમાં શૌચાલયની જાળી તોડી ફરાર થતાં જિલ્લા પોલીસતંત્ર પર પ્રશ્રો ઉભા થયા હતા. તેમજ ગૃહ વિભાગે આ ગંભીર ઘટનાની નોંધ લીધી હતી.

જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, જિલ્લા સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપ, સહીત 5 ટીમ બનાવી બંને આરોપીઓને ઝડપી પાડવા ધમપછાડા કરી રહી હતી. 3 મહિના વિત્યા હોવા છતાં પોલીસને આ બાબતે નિષ્ફળતા મળી રહી હતી. ત્યારે સાબરકાંઠા LCB પોલીસે હિંમતનગરના મોતીપરા વિસ્તારમાંથી રાજુ કાલબેલિયાને ઝડપી પાડી અરવલ્લી જિલ્લા પોલીસતંત્રને લપડાક આપી હતી. જો કે, ફરાર થયેલ 2 આરોપીમાંથી હજુ 1 આરોપી પકડવાનો બાકી છે. તો તે બાબતને લઈને પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details