વડાલીઃ વોર્ડ નં. 3ના આંબેડકરનગરમાં છેલ્લા એક મહિના કરતા પણ વધુ સમયથી પીવાલાયક પાણી અપાતું નથી. ગટરનું પાણી મિક્સ થઈ ગયું હોય તેવું પાણી મળતા નાગરિકોએ ભારે હલ્લાબોલ કર્યુ છે. મહિલાઓએ નગર સેવા સદનમાં માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો. હાઈવે પર પણ નગર પાલિકા વિરોધ સુત્રોચ્ચાર કરી રોડ જામ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ વિરોધને શાંત પાડીને હાઈવે પરના ટ્રાફિકજામને દૂર કરાયો હતો.
લાંબા સમયથી દૂષિત પાણીઃ છેલ્લા કેટલાક સમયથી ગંદુ પાણી આવતા સ્થાનિકોએ ભારે હંગામો કર્યો હતો. વોર્ડ નં.3માં આંબેડનગર ખાતે છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ગટરનું પાણી પીવાના પાણી સાથે મિક્સ થઈને આવે છે. આ પાણી દુગંધ મારે છે તેનાથી એક પણ જીવન જરુરિયાત કામો થઈ શકે તેમ નથી. સ્થાનિકો દ્વારા આ સમસ્યાની અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પણ કોઈ નક્કર ઉકેલ આવતો નથી. આ ગંદા પાણીને લીધે બાળકો બિમાર પડી રહ્યા છે તેમજ રોગચાળાનો ભય પણ ફેલાયો છે. જો રોગચાળો ફાટી નીકળશે તો સ્થિતિ કાબુ બહાર જશે તેવું સ્થાનિકો માની રહ્યા છે.
ઉગ્ર વિરોધઃ સ્થાનિકોએ આ દુષિત પાણીથી કંટાળીને સ્થાનિકોએ નગર સેવા સદનમાં ઉગ્ર દેખાવો કર્યા હતા. માટલા ફોડ્યા અને સુત્રોચ્ચાર પણ કર્યા. અધિકારીઓને ઉગ્ર રજૂઆતો કરી હતી. જો આ સમસ્યાનો સમયસર નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ સ્થાનિકોએ આપી હતી. નગર સેવા સદન ઉપરાંત હાઈવેને પણ સ્થાનિકોએ જામ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થાનિકોને શાંત કર્યા અને હાઈવે પરથી ટ્રાફિકજામને ક્લીયર કર્યો હતો.