Sabarkantha News: નિરમા ઠાકોરનું યુકેમાં યોજાનાર ફૂટબોલ ટીમમાં ભારતની ટીમ તરફથી સિલેક્શન સાબરકાંઠા/ વડાલીઃઆગામી સમયમાં દેશનું નામ રોશન કરવાની તૈયારી સાથે રહેડા ગામની આ દીકરી યુકેમાં ફૂટબોલની ટીમ થકી ગૌરવ અપાવશે.મન હોય તો માળવે જવાય. આ કહેવત સાબરકાંઠાની દિવ્યાંગ દીકરીએ સાચી ઠેરવી છે. સાબરકાંઠાના વડાલી તાલુકાના રહેડા ગામની નિરમા ઠાકોરનું યુકેમાં યોજાનાર ફૂટબોલ પ્રતિયોગીતા માં ભારતની ટીમ વતી સિલેક્શન થતા સ્થાનિક પરિવાર સહિત સમગ્ર સાબરકાંઠા વિસ્તારમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
Sabarkantha News: નિરમા ઠાકોરનું યુકેમાં યોજાનાર ફૂટબોલ ટીમમાં ભારતની ટીમ તરફથી સિલેક્શન મનથી મકકતઃ એક તરફ દિવ્યાંગ હોવાની સાથોસાથ તદ્દન ગરીબ પરિવાર અને પિતાનો આધાર બાળપણમાં જ ખોવાયો હોવા છતાં મનની મક્કમતા એ ભારતની ટીમ વતી પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે. સાબરકાંઠાના વડાલીના છેવાડાના રહેડા ગામમાં દિવ્યાંગ દીકરી નિરમા ઠાકોરે અભ્યાસની સાથો સાથ હવે રમત જગતમાં પણ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે.
Sabarkantha News: નિરમા ઠાકોરનું યુકેમાં યોજાનાર ફૂટબોલ ટીમમાં ભારતની ટીમ તરફથી સિલેક્શન વિશેષ સિદ્ધિઃ જોકે એક તરફ બાળપણમાં પિતાનો સહારો ગુમાવ્યા બાદ આર્થિક સ્થિતિ નબળી હોવાના પગલે દિવસ રાત મજૂરીની સાથોસાથ તેમની માતા અને અન્ય સભ્યો દ્વારા સતત પ્રોત્સાહન અપાયાના પગલે નિરમા ઠાકોર સ્થાનિક ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા બાદ અમદાવાદ ખાતે વિશેષ સિદ્ધિઓ મેળવી છે.
એક માત્ર ગુજરાતઃ જોકે બાળપણથી જ રમત જગતમાં પણ પદમ્ય ઈચ્છા શક્તિ ના પગલે અમદાવાદ અંધજન મંડળ થકી કેરલ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય ફૂટબોલ ટીમમાં ગુજરાતને મેડલ અપાવવામાં દિવ્યાંગ દીકરીનો વિશેષ ફાળો હતો જેના પગલે ભારતની ટીમમાં એકમાત્ર ગુજરાતી તરીકે પસંદગી પામી છે જોકે આ વિશેષ સિદ્ધિ માટે નિરમા ઠાકોર ના માતા કંઇક આમ જણાવે છે. સમગ્ર વિશ્વમાં સૌથી લોકપ્રિય રમત તરીકે ફૂટબોલ નું નામ મહત્વનું છે ત્યારે નિરમા ઠાકોરને માત્ર દોઢ વર્ષ પહેલા જ ફૂટબોલની ગેમમાં કંઈક વિશેષ યથાર્થ પણ કરવાની અદમ્ય ઈચ્છા થતા તેમને અમદાવાદ ખાતે ફૂટબોલની પ્રેક્ટિસ શરૂ કરી હતી જોકે અંધજન મંડળ દ્વારા વિશેષ સહયોગ પ્રાપ્ત થતા નિર્મા ઠાકોરને કેરળ ખાતે ગુજરાત વતી ફૂટબોલની ટીમમાં સ્થાન મેળવી હતું.
Sabarkantha News: નિરમા ઠાકોરનું યુકેમાં યોજાનાર ફૂટબોલ ટીમમાં ભારતની ટીમ તરફથી સિલેક્શન શ્રેષ્ઠ દેખાવઃ નિરમા ઠાકોરે પણ સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત માટે ગૌરવ અપાવવામાં સફળ બન્યા હતા. કેરલ ખાતે યોજાયેલી આ ચેમ્પિયન ટ્રોફીમાં ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો તેમજ બીજીવાર યોજાયેલી સ્પર્ધામાં ગુજરાતની બીજા નંબરે રાખવામાં પણ નિરમા ઠાકોરનું સ્થાન મહત્વનું રહ્યું હતું જોકે ફૂટબોલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવને પગલે આ વખતે ઓગસ્ટ માસમાં યુકેમાં યોજાનાર ફૂટબોલ પ્રતિયોગીતામાં ભારતની ટીમમાં નિરમા ઠાકોર નો સમાવેશ થયો છે ત્યારે નિરમા ઠાકોર આ મામલે ઓલમ્પિક પ્રતિયોગિતામાં ભારતને ગોલ્ડ મેડલ અપાવવાની અદમ્ય ઈચ્છા જણાવી રહ્યા છે.
ગામનું ગૌરવ: જોકે નિરમા ઠાકોર ની આ સિદ્ધિ ને સ્થાનિકો પણ વધાવી રહ્યા છે તેમજ વડાલીના રહેડા ગામની પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ આપનાર સંસ્થાઓમાં પણ નિરમા ઠાકોરનું નામ માનભેર લેવાય છે. નિરમા ઠાકોરને આજે માધ્યમિક શાળામાં આચાર્ય સહિત સ્થાનિક શિક્ષકોએ તેની રમત બદલ મેળવેલી સિદ્ધિને બિરદાવી હતી તેમજ બાળપણથી જ રમતગમતમાં પણ નિરમા કંઈક અલગ કરી બતાવવાની ઈચ્છાના પગલે સમગ્ર દેશની ટીમમાં સામેલ થવાનો સૌભાગ્ય મેળવી છે.
મોટી વાત કરીઃ જેની ખુશી સમગ્ર શૈક્ષણિક સંકુલમાં પણ જોવા મળી હતી તેમજ સ્થાનિક શિક્ષકો સહિત આચાર્યએ ગામ સહિત સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી તેવું માધ્યમિક શાળા ના પ્રિન્સીપાલ જણાવી રહ્યા છે. જોકે તદ્દન સામાન્ય પરિવાર સહિત દિવ્યાંગ હોવાની સાથોસાથ ઘર પરિવારની જવાબદારી અને છેવાડાનું ગામડું હોવા છતાં માનસિક મનોબળ મજબૂત હોવાના પગલે નિરમા ઠાકોર આજે રાષ્ટ્રીય કક્ષાએ વિશેષ પદાર્થ પણ કરી રહી છે ત્યારે આગામી સમયમાં પેરા ઓલમ્પિકમાં દેશ માટે ગૌરવ વૃક્ષ બને તો નવાઈ નહીં.
- Banaskantha Rain: ડીસામાં મેઘરાજાની દે ધનાધન બેટિંગ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
- Deesa News : બાળકો અને માતાને ઝેરી પ્રવાહી આપી પિતાએ આત્મહત્યા કરવાની કરી કોશિશ