ગુજરાત

gujarat

ETV Bharat / state

International Yoga Day 2022: સિનિયર સિટીઝને અનોખી રીતે યોગ કરીને લોકોને મૂક્યા આશ્ચર્યમાં - સ્વિમિંગમાં યોગ

જમીન પર યોગ તો (International Yoga Day 2022) બધા કરતા હોય છે પરંતુ પાણીમાં યોગ કદાચ તમને નવું લાગશે. હા પાણીમાં યોગ. સાબરકાંઠાના હિંમતનગરના 62 વર્ષીય મહેન્દ્રસિંહ રાજપૂત સ્વીમીંગ પુલમાં પાણીમાં (Yoga in Water) યોગ કરીને બધાને ચકિત કરી નાખ્યા છે. કેવી રીતે યોગ કરે છે જૂઓ.

International Yoga Day 2022: સિનિયર સિટીઝને અનોખી રીતે યોગ કરીને લોકોને મૂક્યા આશ્ચર્યમાં
International Yoga Day 2022: સિનિયર સિટીઝને અનોખી રીતે યોગ કરીને લોકોને મૂક્યા આશ્ચર્યમાં

By

Published : Jun 21, 2022, 11:26 AM IST

સાબરકાંઠા : 21 જૂન વિશ્વ યોગ દિવસ છે. તેને લઈને વિશ્વભરમાં યોગ દિવસની (International Yoga Day 2022) ઉજવણી થાય છે, ત્યારે આજે સાબરકાંઠા જિલ્લામાં પણ લાખો લોકો ઘરે બેઠા યોગ કરી રહ્યા છે. યોગથી શરીર અને મન મન પ્રફુલ્લિત થાય છે. તમે કદાચ સાંભળ્યુ હશે કે, પહેલાના જમાનામાં ઋષિમુનિઓ પાણીમાં યોગ કરતા હતા અને પાણીમાં ચાલતા હતા. આમ તો ખાસ કરીને લોકો જમીન પર, ગ્રાઉન્ડમાં કે ગાર્ડનમાં યોગ કરતા હોય છે. ત્યારે હિંમતનગરના (Yoga in Water in Sabarkantha) મહેન્દ્રસિંહ રાજપુત પાણીમાં યોગ કરે છે.

જમીન પર યોગ તો બધા કરતા હોય પરંતુ પાણીમાં યોગ કદાચ લાગશે નવું

આ પણ વાંચો :International Yoga Day 2022: યોગ દિવસ નિમિત્તે બનાવાઈ ભવ્ય રંગોળી

સ્વીમીંગ પુલમાં યોગ - મહેન્દ્રસિંહ રાજપુતે જણાવ્યુ હતું કે, હું બાળપણથી જ જમીન પર જ યોગ કરતો હતો, પરંતુ, છેલ્લા 15 વર્ષથી હિંમતનગરમાં સ્વીમીંગ પુલ ચાલુ થયો ત્યારથી હું સ્વિમિંગ કરવા આવતો હતો. મેં દંતકથાઓ અને વાર્તાઓમાં સાંભળ્યું હતું કે આપના ઋષિઓ (Yoga Day Celebration) યોગ કરતા હતા. મને વિચાર આવ્યો કે હું પણ પાણીમાં યોગ કરૂ અને મે પાણીમાં યોગ કરવાનું શરૂ કર્યું. મને પાણીમાં યોગ કરવાથી મજા આવે છે અને મન પણ પ્રફુલિત થાય છે. મારી સાથે રહિને કેટલાક મિત્રો પાણીમાં યોગ કરતા શીખી ગયા છે. આમ તો પાણીમાં યોગ કરવા એ થોડા કઠિન છે પરંતુ મહેન્દ્રસિંહ તેમના મિત્રોને પાણીમાં યોગ કરતા શીખવી રહ્યા છે. અનેક લોકો મહેન્દ્રસિંહ યોગ કરતા જોતા જ રહી જાય છે કારણ કે કોઈપણ સપોર્ટ વિના પાણીમાં સીધા જ રહેવું એ આમ તો અશક્ય છે.

પાણીમાં યોગ

આ પણ વાંચો :યોગ દિવસની ઉજવણીમાં ધરમ કરતા ધાડ પડી

બાળકો પણ યોગ શીખી રહ્યા - મહેન્દ્રસિંહ અને તેમના મિત્રો આ અશક્ય ને શક્ય કરવામાં સફળ નીવળ્યા છે અને કલાકો સુધી પાણીમાં (Yoga in Water doing Benefits) રહીને આ યોગ કરી રહ્યા છે. દુનિયામાં કંઈ પણ અશક્ય નથી તેવુ મહેન્દ્રસિંહ અને તેમના મિત્રોએ સાબિત કરી બતાવ્યુ છે. પાણીમાં કલાકો (Yoga Day in Gujarat) સુધી સ્થિત રહીને યોગ કરે છે. આ રીતે યોગ કરવાથી શારીરિક અને માનસિક આરોગ્ય સારુ રહે છે મન પ્રફુલિત રહે છે. હાલ તો મહેન્દ્રસિંહની પ્રેરણા લઈને અનેક લોકો યોગ કરતા શીખી રહ્યા છે અને બાળકોને પણ મહેન્દ્રસિંહ પાસે યોગ શીખવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details