સાબરકાંઠા : વૃક્ષો વાવોના સંદેશને દરેક ઘર સુધી પહોંચાડવાનો મહાયજ્ઞ મૂળ ઇડરના કુવાવા અને હિંમતનગરના રહેવાસી નિવૃત શિક્ષક રામાભાઇ ચારણ ચલાવી રહ્યા છે. વન્યપ્રેમી એવા રામાભાઇ રોજ 5 થી 10 પત્રો લોકોને લખીને વૃક્ષો લગાડવા અને પર્યાવરણ બચાવવા માટે પ્રેરણા આપી રહ્યા છે. શિક્ષક રામાભાઇએ આઠ વર્ષની નાની ઉંમરથી અત્યાર સુધીમાં એકલા હાથે ગૌચરની જમીન, શાળાઓ કોલેજો અને રોડ સાઇડ પર પાંચ લાખથી વધુ વૃક્ષો વાવીને તેનુ જતન કર્યું છે.
સાબરકાંઠા: નિવૃત શિક્ષકે પાંચ લાખથી વધારે વૃક્ષો વાવ્યા પર્યાવરણના જતન માટે તેઓ 25 વર્ષથી સતત કાર્યરત છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત વિદ્યાપીઠમાં ભણતા હતા તે સમયે રમણલાલ પરીખે પ્રેરણા આપી હતી. સામાજિક કે અન્ય કારણોસર સ્વજન કે મિત્રોને પત્ર લખતા હોઈએ ત્યારે તેમાં પર્યાવરણની વાતો પણ લખવી જોઈએ. આ સૂચનનો અમલ તે દિવસથી આજ દિન સુધી હું કરી રહ્યો છે. પોકેટ ખર્ચના પૈસામાંથી લોકોને પત્ર મારફત પર્યાવરણ અંગે જાગૃત કરવા અભિયાન શરૂ કર્યું હતું.
રામાભાઇ નિત્યક્રમ પ્રમાણે રોજ પેપરમાં શ્રદ્ધાંજલિ કે બેસણાની જાહેરાત વાંચીને તેમાં છપાયેલા સરનામે પોસ્ટકાર્ડ લખીને શોક વ્યક્ત કરવાની સાથે સાથે એક વૃક્ષ વાવવા માટે પણ સૂચન કરે છે. કોઈનો જન્મદિન પર પત્ર લખી શુભેચ્છા પાઠવી તેની યાદગીરી સ્વરૂપે વૃક્ષ વાવીને તેનું જતન કરવા પત્રમાં ઉલ્લેખ કરે છે. આજ દિન સુધીમાં 50 હજારથી વધુ લોકોને આ પ્રકારે પત્ર લખી પર્યાવરણ પ્રત્યે જાગૃત કર્યા છે.
સાબરકાંઠા: નિવૃત શિક્ષકે પાંચ લાખથી વધારે વૃક્ષો વાવ્યા સાબરકાંઠા: નિવૃત શિક્ષકે પાંચ લાખથી વધારે વૃક્ષો વાવ્યા 2014માં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકનુ સન્માન મળેલું છે. તેમજ 2015માં પર્યાવરણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્રારા આમંત્રીત કરી તેમની કામગીરી બિરદાવવામાં આવી હતી. આ સિવાય સૃષ્ટિ એવોર્ડ તેમજ અનેક એવોર્ડથી સન્માનિત કર્યા છે. વર્ષ 1990માં બાયડ ડેમઈની એન.એસ.પટેલ હાઇસ્કુલના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે જોડાયા હતા. તેઓ 1991થી દર વર્ષે ગરીબ અને જરૂરીયાતમંદ પાંચ છોકરાઓ અને પાંચ દિકરીઓને દત્તક લેવાનુ કામ કરી તેમણે શિક્ષિત કરવાની કામગીરી પણ કરી હતી.