સાબરકાંઠા: ચાલી રહેલી વૈશ્વિક મહામારી સામે સ્થાનિક વહીવટી તંત્ર હવે જાગૃત હોય તેમ હિંમતનગર મ્યુનિ. દ્વારા મીઠાઈની દુકાનોમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરની અલગ અલગ દુકાનોમાંથી 250 કિલોગ્રામથી વધારે અખાદ્ય મીઠાઇનો જથ્થો ઝડપાયો હતો.
સાબરકાંઠામાં મીઠાઈની દુકાનોમાં રેડ, અખાદ્ય મીઠાઈનો નાશ - covid-19 in gujarat
હિંમતનગર નગરપાલિકા દ્વારા ગુરુવારે મીઠાઈની દુકાનોમાં રેડ કરવામાં આવી હતી. જેમાં 250 કિલોગ્રામથી વધારે અખાદ્ય મીઠાઈ ઝડપાઇ હતી. જેથી શહેરમાં અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો.
સાબરકાંઠા: મીઠાઈની દુકાનોમાં રેડ, અખાદ્ય મીઠાઈ નો કર્યો નાશ
સ્થાનિક જનતા માટે અખાદ્ય હોવાના પગલે સ્થાનિક વેપારીઓ તેમજ દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વૈશ્વિક મહામારીને પગલે છેલ્લા એક મહિનાથી વધારેના સમયનું લોક ડાઉન હોવાના કારણે મીઠાઈની દુકાનોમાં રાખવામાં આવેલી મીઠાઈ અખાધ્ય બની ચૂકી છે. જેથી તેનો નાશ કર્યો હતો.