- સાબરકાંઠાના ઇડરમાં અસ્થિર મગજની યુવતી પર દુષ્કર્મ
- જિલ્લા પોલીસની પાંચ ટીમો બનાવી તપાસ ધમધમાટ
- આરોપીને ટૂંક સમયમાં ઝડપી લેવામાં આવશેઃ પોલીસનો
સાબરકાંઠઃ કલયુગ દિન-પ્રતિદિન પોતાનો પગ પસારતો હોય તેમ દુષ્કર્મની(Sabarkantha Rape Case) ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. ત્યારે સાબરકાંઠાના ઈડર શહેરમાં ગત રાત્રિએ અસ્થિર મગજની યુવતી ઉપર અજાણ્યા નરાધમે દુષ્કર્મ(mischief case in gujarat) ગુજારવાની સાથોસાથ ઢોર માર માર્યાના પણ સમાચાર સામે આવ્યા હતા. સ્થાનિક લોકોને જાણ થતાં તાત્કાલિક 108નો સંપર્ક કરીને ઇડર સિવિલ હોસ્પિટલમાં(Eder Civil Hospital) સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જોકે વધુ સારવારની જરૂરિયાત ઊભી થતાં આ યુવતીને હિંમતનગર સિવિલ હોસ્પિટલ(Himmatnagar Civil Hospital) ખસેડાઇ છે.
માનસિક રીતે અસ્થિર હોવાના પગલે યુવતીનું નિવેદન લેવું મુશ્કેલ
એક તરફ દુષ્કર્મ પીડિતા માનસિક રીતે અસ્થિર હોવાના પગલે આરોપીનું નામ તેમજ અન્ય કોઈપણ પ્રકારની રજૂઆત કે નિવેદન આપી શકે તેમ નથી. પરંતુ પીડિતા ઉપર દુષ્કર્મ(idar Rape Case) બાદ શરીરના વિવિધ ભાગો ઉપર નિર્દયતાથી મારી હોય તેવા નિશાન મળી આવતા પોલીસ(crime cases in gujarat) પણ તાત્કાલિક ધોરણે આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધર્યા છે. પોલીસે આરોપી સુધી પહોંચવા માટે અલગ-અલગ પાંચ ટીમો બનાવી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ કબજે લીધા છે. સાથોસાથ જિલ્લા પોલીસ વડાએ(police in sabarkantha) ઘટના સ્થળની મુલાકાત લઇ સ્થાનિક પોલીસ અને તાત્કાલિક ઝડપી લેવા સૂચનો કર્યા છે. જોકે હજુ સુધી આરોપી સુધી પહોંચી શકાય તેઓ કોઈ ચોક્કસ પુરાવો હાથ લાગ્યો નથી.
આ પણ વાંચોઃ Vadodara Rape Suicide Case: મારી પુત્રીના મોત પાછળ ઓએસિસ સંસ્થા જવાબદાર, માતાપિતાનો આક્ષેપ
આ પણ વાંચોઃ Patan Rape Case: હેવાન બનેલા પિતાએ પરણિત પુત્રી ઉપર આચર્યું દુષ્કર્મ